આજરોજ માન. પ્રાંત અધિકારીશ્રી, મોડાસાની અધ્યક્ષતામાં સરકારશ્રીની જોગવાઈ મુજબ જિલ્લા કક્ષાની બાળ સંભાળ સંસ્થા નિરીક્ષણ સમિતિ દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લીની મુલાકાત કરી સંસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું

આજરોજ માન. પ્રાંત અધિકારીશ્રી, મોડાસાની અધ્યક્ષતામાં સરકારશ્રીની જોગવાઈ મુજબ જિલ્લા કક્ષાની બાળ સંભાળ સંસ્થા નિરીક્ષણ સમિતિ દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લીની મુલાકાત કરી સંસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને બાળાઓને આપવામા આવતી સવલતો, ઉપલબ્ધ સાધનસામગ્રી, કર્મચારીઓની કામગીરી, ભોજન વ્યવસ્થા, શિક્ષણ વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ બાળાઓ સાથે વાર્તાલાપ કર્યો. આ નિરીક્ષણમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રતિનિધિઓ તથા ચાઈલ્ડ લાઈન (૧૦૯૮‌) નાં પ્રતિનિધી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતાં. નિરીક્ષણ બાદ માન. પ્રાંત અધિકારીશ્રી તથા સમિતિના સભ્યોએ બાળકો સાથે ભોજન લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.