અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો.અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી લઇ રહ્યા છે મબલખ પાક.

અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો.
અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી લઇ રહ્યા છે મબલખ પાક.
ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ.
અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક લઇ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્યના ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢડાના ખેડૂત પટેલ જયેશભાઇ મગફળી અબે શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક મેળવે છે અને રાજ્ય સરકારથી પ્રોત્સાહન મળી રહ્યું છે તમનો આભાર માને છે.
જયેશભાઇ જણાવે છે કે,ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે ખાતર એટલે કે જીવામૃત એક દિવસ માટે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરી શકાય છે. એક ગાય વડે 30 એકર જમીનમાં કુદરતી ખેતી કરી શકાય છે. આ જીવામૃત અમે જાતે તૈયાર કરીએ છીએ. જીવામૃત એ રીતે ખેતરની ફળદ્રુપતા વધારે છે.જમીનની ફળદ્રુપતા વધારવા અને માનવજાતને ઝેરી તત્વોથી બચાવવા માટે ગાય આધારિત કુદરતી ખેતી એ સૌથી અસરકારક ઉપાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે. તેમાં ચણાનો લોટ, ગોળ, માટી અને પાણી ભેળવવાનું હોય છે.
આમ અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક સાથે પર્યાવરણને પણ ઉપયોગી બની રહ્યા છે અને કુદરતે આપેલું કુદરતને આપીને કુદરતી ચક્રને સાચવવાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેના માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો