જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા હરિફાઈમાં ફોર્મ ભરવાની છેલ્લી તા. 17મી સપ્ટેમ્બર.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત
જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા હરિફાઈમાં
ફોર્મ ભરવાની છેલ્લી તા. 17મી સપ્ટેમ્બર.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, અરવલ્લી ધ્વારા સંચાલીત અરવલ્લી જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ફોર્મ ભરવાની અંતીમ તા.૧૭/૦૯/૨૦૨૨ છે.
આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઇ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકશે અને સાથે સંગીતકાર ૪ (ચાર) રાખી શકશે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, C/O જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં. એ.એસ.૧૪, બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા, અરવલ્લી ખાતે જમાં કરાવવાના રહેશે. તા.૧૭/૦૯/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી જેની નોંધ લેવી.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com