હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ .

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં  કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ .
વધુ વરસાદની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવાની પૂર્વતૈયારીમાં જિલ્લા તંત્ર એલર્ટ.
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના હોવાથી વધુ વરસાદની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવાની પૂર્વતૈયારીના ભાગરૂપે  અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી અને જરૂરી  સૂચનો આપવામાં આવ્યા.
જિલ્લામાં તમામ તાલુકાઓમાં કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ભરાય તો તેના તાત્કાલિક  નિકાલ માટેની પૂરી તકેદારી રાખવી,જિલ્લામાં ટેન્ટ અથવા ઝૂંપડા બાંધીને રહેતા લોકો માટે સાવચેતી અને બચાવના  જરૂરી પગલાં ભરવા, વધુ વરસાદની પરિસ્થિતિમાં લોકોનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો અગાઉથી આવા આશ્રયસ્થાનોની ચકાસણી કરી જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ હોવાની મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સ્થળ મુલાકાત કરી ખાતરી  કરવી. તકેદારીના ભાગરૂપે લોકો સુધી સાચી માહિતી પોહંચે  અને કોઈજ ભય અને ઉચાટનો માહોલ ના સર્જાય તેની સાવચેતી રાખવી. જિલ્લામાં દરેક  જવાબદાર અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાની સૂચના આપવામાં આવી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાવચેતી પૂર્વક થાય અને સરકારનો zero casualty નો જે અભિગમ છે, તેના માટે દરેક વિભાગને આવનારી કોઈપણ પરિસ્થિતિ માટે તમામ તૈયારીઓ કરવા માટે તકેદારીના સૂચન કરવામાં આવ્યા.
આ બેઠકમાં કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પોલીસ અધિક્ષકશ્રી ,અધિક નિવાસી કલેક્ટરશ્રી,નાયબ વન સંરક્ષકશ્રી,
(સામાજિક વનીકરણ),
પ્રાંતઅધિકારીશ્રી,કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન (રાજય)
કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન (પંચાયત),કાર્યપાલક ઈજનેરશ્રી,યુજીવીસીએલ, તમામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તમામ ચીફ ઓફિસર, વર્ચ્યુઅલી જોડાયા હતાં. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો