કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મિના ના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લાની SDG's મીટીંગ યોજાઈ.
અરવલ્લીમાં જિલ્લા આયોજન કચેરી દ્વારા માનનીય કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને SDG's જિલ્લા સેલ તેમજ લાઈન ડિપાર્ટમેન્ટ ના તમામ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજવામાં આવી.
સમગ્ર વિશ્વમાં ભારત દેશને ગૌરવ અપાવનારા, નામના અપાવનાર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજા કલ્યાણલક્ષી આ તમામ 17 ધ્યેયને વર્ષ 2030 સુધીમાં હાંસલ કરીને સંપૂર્ણ ગરીબીમુક્ત ભારત નો સંકલ્પ કરેલ છે. જેના ભાગરૂપે સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ હસ્તકની ગુજરાત સામાજિક આંતરમાળખાકીય વિકાસ સોસાયટી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામા જિલ્લા આયોજન કચેરી દ્વારા માનનીય કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને SDG's જિલ્લા સેલ તેમજ લાઈન ડિપાર્ટમેન્ટ ના તમામ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી . મીટીંગ મા જિલ્લા આયોજન અધિકારી અને એસ.પી.એ.સી દ્વારા નિરંતર વિકાસ ના ધ્યેયો સિદ્ધ કરવા અંગે દરેક વિભાગની કચેરીએ કરવાની થતી કામગીરી ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી .કલેકટરશ્રી એ ઉપસ્થિત અધિકારીઓને શિક્ષણ ,આરોગ્ય ,પોષણ, રોજગારી સહિતના આ ધ્યેયો સિધ્ધ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડીને દરેકને SDG's એક્શન પ્લાન ની માહિતી જિલ્લા આયોજન કચેરીને મોકલી આપવા સૂચના આપી હતી.
ગરીબી અને તેના તમામ પરિમાણો તેમજ સ્વરૂપોને સંપૂર્ણપણે નાબૂદ કરીને એક સમાન, ન્યાયિક અને સુરક્ષિત વિશ્વ ની રચના અને તેની સમૃદ્ધિ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વના 193 સભ્ય રાષ્ટ્રોની સહમતી થી નિરંતર વિકાસ ના 17 ધ્યેયો અને 169 લક્ષ્યાંકો નક્કી કરવાના આવ્યા છે.જેને આવનારા 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લખ્યાંક રાખવામાં આવેલ છે આ વૈશ્વિક સાહસિક કરારથી જેના પરિણામે સમગ્ર વિશ્વના કરોડો લોકો એકમંચ પર આવ્યા.
સભ્ય સચિવશ્રી અને જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા કૃષિ,ખાદ્યસુરક્ષા ,શિક્ષણ, આરોગ્ય,પર્યાવરણ , જળ વ્યવસ્થાપન આપત્તિ વ્યવસ્થાપન,રોજગાર ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે .જેના પરિણામે અંતરીયાળ આદિવાસી વિસ્તારો થી લઇ દરિયાકિનારાના છેવાડાના વિસ્તારો સુધી આંતરમાળખાકીય સુવિધાઓ તેમજ રોજગારી પૂરી પાડી શક્યા છીએ આયોજન અધિકારીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને તેઓ દ્વારા કરવામાં આવી રહેલ સરકારશ્રીની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના નો સમયસર અને અસરકારક અમલ કરાવી અને આ અંગે થયેલ કામગીરીની માહિતી પ્રતિમાસ વિભાગના પોર્ટલ પર અપડેટ કરવી SDG 's ની કામગીરી મા અરવલ્લી જિલ્લો અવ્વલ નંબર પર રહે તે માટે પ્રતિમાસ આ અંગેની સમીક્ષા હાથ ધરવા જણાવ્યું હતું. બેઠક મા જિલ્લા પોલીસવડા કચેરીના પ્રતિનિધિ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. ડી.દાવેરા ,નિવાસી અધિક કલેકટર શ્રી પરમાર,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી , જિલ્લા પશુપાલન અધિકારીશ્રી મધ્યાહન ભોજન નાયબ કલેકટરશ્રી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ,પ્રોગ્રામ ઓફિસર ICDS , જિલ્લા શિક્ષણ ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ, જિલ્લા ઉદ્યોગ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી , તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ ચીફ ઓફિસર સહિત અને જિલ્લા તાલુકાની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. રાજ્ય સરકાર શ્રી દ્વારા કૃષિ,ખાદ્યસુરક્ષા ,શિક્ષણ, આરોગ્ય,પર્યાવરણ , જળ વ્યવસ્થાપન આપત્તિ વ્યવસ્થાપન,રોજગાર ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે .અંતરીયાળ આદિવાસી વિસ્તારો થી લઇ દરિયાકિનારાના છેવાડાના વિસ્તારો સુધી આંતરમાળખાકીય સુવિધાઓ તેમજ રોજગારી પૂરી પાડી શક્યા છીએ તેમ જણાવ્યું હતું.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com