GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ

GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ 
"આજના યુગનો જવાન રવિવારની મોજ નેવે મૂકીને પ્રકૃતિ બચાવવામાં લાગ્યો છે એ બહુ મોટી વાત છે , સમાજના દરેક માણસે આ ટીમથી શીખ લેવા જેવી છે" : જાવેદ આઝાદ 
મોડાસા, 12 જૂન 51 મા રવિવારે "મારું ઘર- મારુ વૃક્ષ" ના નામે એક નવિન અભિયાન શરુ કર્યુ. જેમાં જે કોઈનો જન્મદિવસ, લગ્ન દિવસ, દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા કે અન્ય કોઈ પ્રસંગ યાદગાર બનાવવા સંકલ્પિત થઈ વૃક્ષારોપણ-જતન કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જે સંદર્ભે આ ટીમના પર્યાવરણ બચાવ કાર્ય પ્રયાસોની સક્રિયતાને સોસીયલ મિડિયા પર જોઈ અનેક પરિવાર તેમના ઘર આગળ વૃક્ષારોપણ કરવા આ ટીમનો સંપર્ક કરી રહ્યાં છે. જે આ રવિવારે મોડાસાના કૉલેજ રોડ પર મુસ્લિમ પરિવાર દ્વારા રસુલાપાર્ક સોસાયટીમાં નિમંત્રણ મળતા ટીમ પહોંચી. 
સોસાયટીના રહીશો સાથે મળી   અલગ અલગ ઘર આગળ થઈ કુલ છ રોપાઓનું તરુરોપણ કરવામાં આવ્યું. સૌએ આ વૃક્ષના ઉછેર માટે સંકલ્પિત લીધો. આજના દિવસે બીજું આયોજન માલપુર રોડ પર રચના પાર્ક સોસાયટીમાં કરવામાં આવ્યું . ત્યાં સોસાયટીના રહીશો એ સંકલ્પિત થઈ અલગ અલગ ઘર આગળ કુલ છ રોપાઓનું તરુરોપણ કરવામાં આવ્યું. સૌએ આ ટીમના પર્યાવરણ બચાવ પ્રયાસને અત્યંત આવશ્યક ગણાવ્યો. રસુલાપાર્કના જાવેદભાઈ આઝાદે વૉટસઍપ પર મેસેજ મોકલી આ યુવાઓના ઉત્સાહને બિરદાવતા લખ્યું " આજના યુગ નો જવાન રવિવાર ની મોજ નેવે મૂકી ને પ્રકૃતિ બચાવવા માં લાગ્યો છે એ બઉ મોટી વાત છે ભાઈ સમાજ ના દરેક માણસે તમારી ટીમ થી સીખ લેવા જેવી છે" 
     આ ટીમના 51 મા રવિવારે "મારું ઘર - મારું વૃક્ષ" એક નવિન અભિયાનની આમ જનતાના સાથ સહકાર સાથે ઉત્સાહભેર ઉજવણી થતાં ટીમના યુવાનોમાં આ પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમ વધુ વેગવાન બનાવવા ઉત્સાહ વધી રહ્યો છે.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું