અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે ૧ માસ ૧૨ દિવસથી નિકળી ગયેલ માનસિક રીતે અસરગ્રસ્ત મહિલાને ૧૧ દિવસ આશ્રય આપી તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવેલ.
અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે ૧ માસ ૧૨ દિવસથી નિકળી ગયેલ માનસિક રીતે અસરગ્રસ્ત મહિલાને ૧૧ દિવસ આશ્રય આપી તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવેલ.
માન. કલેકટરસાહેબ શ્રીની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા અને બાળ અધિકારીશ્રી માર્ગદર્શનથી પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા તા- ૧૪/૦૬/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા માનસિક રીતે અસ્વસ્થ મહિલાને આશ્રય આપવામાં આવેલ જેઓને રાત્રે જરુરી કીટ તથા કપડાં આપીને નવડાવીને આરામ કરવા જણાવેલ અને સવારે સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા બેનને મેડિકલ સારવાર કરાવેલ તેમજ કાઉન્સેલિંગ કરતાં બેન બોલતા કે ડુંગરપુરમાં ભૈયાના ઘરે રહુ છુ.જેથી સખી વન સટોપ સેન્ટરના કર્મચારીઓ ધ્વારા ડુગરપુરના આજુબાજુ ના ગામડાઓમાં સંંપર્ક કરેલ પરંંતુ કોઇ માહિતી મળેલ નહિ તથા ડુંગરપુર પોલિસ સ્ટેશનમાં જાણ કરતા દેવોડ પોલિસ ચોકીનો ફોન નંબર મળતા જાણવા મળેલ કે બેનના દિયરે પોલિસ સ્ટેશનમાંં બેનની ગુમ થયાની અરજી આપેલ હતી જેથી ત્યાના બે પોલિસ સ્ટાફ તથા દિયર- દેરાણિ તા-૨૪/૦૬/૨૦૨૨ ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર મોડાસા ખાતે લેવા માટે આવેલ તેમનુ કાઉંસેલિંગ કરતા જાણવા મળેલ કે બેનની ઉંન્દરડા ગામે સાસરી છે તથા બેનના પતિનુ ૭ મહિના પહેલા અવસાન થયેલ છે ત્યારથી બેનની માનસિક સ્થિતિ બગડેલ છે અને પિયરમા રહેવા ગયેલ હતા ત્યાથી ૧ મહિનો અને ૧૨ દિવસથી ઘર છોડીને નીકળી ગયેલ છે.બેનના દિયરને વિધવા સહાય ચાલુ કરાવવાની તથા માનસિક બિમારીની સારવાર કરાવવાની જવાબદારી સાથે બેનના ત્રણ બાળકો તથા પરિવાર સાથે પુન: સ્થાપન કરાવેલ છે.રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com