અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું.
અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું.
અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અરવલ્લી ખાતે પોતાના સરકારી કામ માટે આવેલા હોય તેવા વ્યક્તિઓ અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ કરવા આવેલા હોય તે સિવાય અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરવા કે તેવી લાલચ આપી પ્રવૃત્તિ કરતા હોય તેવા ઇસમોને કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ સતાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં જાહેર જનતા ને લગતી કામગીરી કરવામાં આવે છે. આવી સરકારી કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે. જે અન્વયે જિલ્લા માં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અરવલ્લી ખાતે બિન અધિકૃત વ્યક્તિઓ મોનીટરીંગ પબ્લિક સાથે છે. છેતરામણી કરીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરી લોભામણી વાતો કરી વચેટિયા તરીકે કામ કરી આપવાનું કહીને રૂપિયા લઈ ભાગી જતા હોય છે. જેથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અરવલ્લી મોડાસા દ્વારા બિનઅધિકૃત વ્યક્તિઓના કચેરીમાં પ્રવેશ કરવા તેમજ બિન અધિકૃત વ્યક્તિઓ ભેગી થતી અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.જેથી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય.
જાહેરનામાનો અમલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના વિસ્તારમાં 6 ઓગસ્ટ 2022 સુધી કરવાનો રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતના ફોજદારી અધિનિયમ - 1860 ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. તથા આ હુકુમનો ભંગ કરનાર ઈસમ સામે જે તે કચેરીના ઓફિસ સુપ્રીટેન્ડન્ટ શ્રી તથા પોલીસ વિભાગમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રીના દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારીશ્રી ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com