અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસયાત્રા' કાર્યક્રમના આયોજન માટે વર્ચ્યુઅલ બેઠક મળી.

- અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસયાત્રા' કાર્યક્રમના આયોજન માટે વર્ચ્યુઅલ બેઠક મળી.
- 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' કાર્યક્રમના આયોજન માટે ચીફ સેક્રેટરી, ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક
અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના આયોજન માટે ચીફ સેક્રેટરી, ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી, અને અત્યાર સુધીના કર્યોની પ્રગતિની ચર્ચા કરવામાં આવી, અલગ અલગ વિભાગીય સંકલન પ્રવૃત્તિઓનું વિભાગવાર આયોજન અને વિવિધ વિભાગની કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
ભારતની આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ સ્વરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રા નું આયોજન કરવામાં આવશે. આ વિકાસયાત્રા દરમિયાન 18 જેટલા વિવિધ વિભાગોના પ્રયોગમાં વિકાસકાર્યોનું લોકાર્પણ,નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ,અંતર્ગત સહાય વિતરણ યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન,સાફલ્યગાથા,જેવા લોકાભિમુખ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.15 દિવસનો કાર્યક્રમ નિર્ધારીત કરવામાં આવ્યો છે.જેમાં આઝાદીના  અમૃત મહોત્સવ કાર્યક્રમની પ્રતિકાત્મક ઉજવણી કરવામાં આવશે. વિવિધ યોજનાકીય કામગીરી,યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતા ની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવશે.અને કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ,વિકાસકાર્યોનું લોકાર્પણ,અને નવા કામોની જાહેરાત પણ કરવામાં આવશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા ૪ જુલાઇથી 18 જુલાઇ સુધી આયોજન કરવામાં આવશે. વંદે ગુજરાત વિકાસયાત્રા માટે સમગ્ર રાજ્યમાં રથની ફાળવણી કરવામાં આવશે. વંદે ગુજરાત વિકાસરથની જિલ્લાવાર ફાળવણી જિલ્લા કક્ષાએ,ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તાર માટે જિલ્લા પંચાયત બેઠકોની સંખ્યા નગરપાલિકાની સંખ્યાને ધ્યાને રાખીને કરવામાં આવશે.ત્યારે રાજ્યના ૮ મહાનગર પાલિકા માટે દરેક મહાનગરપાલિકા દીઠ  એક રથની ફાળવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.જેમાં અરવલ્લી જીલ્લાના કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, ડીડીઓ, શ્વેતા તિવેટિયા, જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી દાવેરા,પ્રાંત અધિકારી, અમિત પરમાર, અને અન્ય વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો