અરવલ્લી જિલ્લામાં ઉભરાતા નવીન બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો પરિસંવાદ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં ઉભરાતા નવીન બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો પરિસંવાદ યોજાયો.
ગુજરાત હોર્ટીકલ્ચર મિશન અંતર્ગત નાયબ બાગાયત નિયામક કચેરી અરવલ્લી દ્વારા આયોજિત પરિસંવાદ
અરવલ્લી જિલ્લામાં ઉભરાતા નવીન બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો પરિસંવાદ યોજાયો હતો. બાગાયત ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બાગાયત ખેતીમાં ખેડૂતને વધારે ને વધારે પાક મેળવીને સારી કિંમત મેળવી શકે,તે હેતુસર વૈજ્ઞાનિક ઢબથી ખેતી કેવી રીતે કરી શકાય તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી.
બાગાયતી પાકોમાં ફળફળાદી શાકભાજી મસાલા, ફુલછોડ પાકો ઔષધિય સુગંધિત પાકો  કરવામાં આવતા હોય છે.બાગાયતી ખેતીમાં ફક્ત ખેતી લાયક  જમીનને  ઉપયોગમાં લેવાય તેમ નથી, પરંતુ પડતર ગૌચર તેમજ અન્ય ખેતીલાયક પડતર જમીનમાં પણ ટેકનોલોજીની મદદથી અને વૈજ્ઞાનિક ખેતીના અભિગમથી ફળ પાકો શાકભાજી પાકો મસાલા તથા ઔષધિય પાકોના વાવેતર કરી શકાય છે.

કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીના દ્વારા આ પ્રસંગે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યમાં સારી ખેતી માટે પ્રસિદ્ધ છે, તો એ પ્રસિદ્ધિને વૈજ્ઞાનિક ધારા ધોરણ મુજબ સમજીને હજી આગળ વધારવામાં આવે તો જિલ્લાના અને રાજ્યના અન્ય ખેડૂત પણ લાભ મેળવી શકે,અને પ્રોત્સાહન મેળવીને નવા પાક મેળવી શકે.જૈવિક ખેતી,પ્રાકૃતિક ખેતી,ગાય આધારિત ખેતીની  નવી પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન મળે છે.અને તેનો લાભ લેવો જોઈએ. સારી અને શ્રેષ્ઠ ખેતી થાય અને ખેડૂતને સારી આવક મળે તેવી કોશિશ કરવી જોઈએ. પર્યાવરણનું ધ્યાન રાખતા ખેતીમાં સફળતા મેળવવી જોઈએ. પ્રાકૃતિક ફળ, શાકભાજી અને અનાજની માંગ વધી છે. મેહનત પણ છે,પણ  સાથે સારી કિંમત પણ મળી રહે છે.અરવલ્લી જિલ્લામાં આજે સૌથી વધારે કોલ્ડસ્ટોરેજ પણ આવેલા છે.ખેડૂતો મેહનત કરે છે અને તે મેહનતમાં રાજ્ય સરકાર સહભાગી થાય છે.સરકારની અનેક યોજનાનો થકી આજે જિલ્લાના ખેડૂતોની ખેતીની પ્રગતિ થઈ છે.આજે આ સેમિનારમાં ખેતી વિષયક કોઈપણ મૂંઝવણ દુર થશે,આજે આ પરીસંવાદથી સારો પાક લેવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમમાં અરવલ્લીના  નાયબ બાગાયત નિયામકશ્રી બી.એ.કરપટિયાએ જણાવ્યું કે, બાગાયત કચેરી હરહંમેશ ખેડૂતો માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે  ઉત્સાહિત  છે,અને જિલ્લાના દરેક ખેડૂત સુધી દરેક યોજના અને દરેક સહાય પોહચે તેની કોશિશ છે.જિલ્લાના ખેડૂતો સારો પાક લઈને સક્ષમ બને તેવી નેમ છે.
આ કાર્યક્રમમાં અરવલ્લી કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીના, મેહસાણા સયુંકત બાગાયત નિયામકશ્રી,ર્ડો. એફ. કે. મોઢ, અરવલ્લીના  નાયબ બાગાયત નિયામકશ્રી બી.એ.કરપટિયા,ડીસાથી ર્ડો યોગેશ પવાર,ફળ સંશોધન કેન્દ્ર દહેગામથી,શ્રી હિમાંશુ બારોટ,નો ન્યૂ કંપનીના નિષ્ણાંત શ્રી અલ્પેશભાઈ પટેલ, નાબાર્ડ માંથી શ્રી નવલ કન્નોર,કોલ્ડ સ્ટોરેજના પ્રમુખશ્રી અને મોટી સંખ્યામાં ખેડૂતો,અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો