અરવલ્લીમાં પ્રાકૃતિક કૃષિ અંગે અધિકારી કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજાઇ.
---------
આત્મા પ્રોજેકટ અરવલ્લી દ્ધારા મકાઇ સંશોધન કેન્દ્ર, ભિલોડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમ અંતર્ગત પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા અરવલ્લી વી. કે. પટેલે પોતાના ઉદબોધનમાં આવેલ અધિકારી, કર્મચારીઓને પ્રાકૃતિક કૃષિનું મહત્વ તથા માનનીય વડાપ્રધાનનાશ્રીના આહવાનને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુને સાર્થક કરવા માટે ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગના અધિકારી કર્મચારી આ યોજનાને વેગ વધારવા માટે પ્રચાર પ્રસાર થાય તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું .
પ્રશિક્ષક તરીકે શ્રી મુકેશભાઇ પટેલ ઇન્ચાર્જ સહ સંશોધન વૈજ્ઞાનિકે સરળ ભાષામાં ખેડૂતોને કેવી રીતે સમજાવી શકાય તે ભાષામાં અધિકારી, કર્મચારીને પ્રાકૃતિક ખેતી વિષે સરળ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના એસ.પી.એન.એફ કન્વીનર શ્રી ભાવેશભાઈ પટેલ દ્ધારા અગ્નિઆસ્ત્ર અને નિમાસ્ત્ર વિષે જાણકારી આપી તેમજ આત્મા પ્રોજેકટના પ્રગતિશીલ ખેડૂત અને મોડલ ફાર્મ ધરાવતા શ્રી અશોકભાઇ પટેલ દ્ધારા તેમના પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદા અને મોડલ ફાર્મ બનાવવાની જાણકારી આપી. અરવલ્લી જિલ્લાના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલ દ્ધારા પ્રાકૃતિક ખેતીમાં સપ્તધાન્ય અર્ક વિષે જાણકારી આપવામાં આવી હતી. સમ્રગ તાલીમનું આયોજન ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા આત્મા પ્રોજેકટ ભિલોડા દ્ધારા સંચાલન તેમજ આભાર વિધિ કરવામાં આવી.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com