કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી*
........................
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં નાગરિકોએ આપેલા સહયોગ બદલ જનતાજનાર્દનનો આભાર માનતા શિક્ષણમંત્રીશ્રી*
........................
*તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને પરિણામે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશીયો ૧૦૦ ટકાએ પહોંચ્યો*
........................
 *રાજ્યની ૩૦ હજારથી વધુ શાળાઓમાં યોજાયેલા ત્રિદિવસીય લોકોત્સવમાં ૪૫ લાખથી વધુ વિધ્યાર્થીઓ સહિત ૧ કરોડ નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા*
 *ત્રણ દિવસના આ અભિયાનમાં ધો.૧માં ૫.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, ર લાખ ૩૦ હજાર ભૂલકાંઓનો આંગણવાડી-બાલમંદિરમાં પ્રવેશ*
 *મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ*
 *દાતાઓ દ્વારા રૂ. ૨૮.૫૩ કરોડનું ભંડોળ અભિયાન દરમ્યાન પ્રાપ્ત થયું: બનાસકાંઠાના કાશીપુરા ખાતે રૂ.૧૦ લાખની કિંમતની જમીનનું દાન મળ્યુ* 
 *ત્રણ દિવસમાં ૨,૩૬૪ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી*
 *રાજ્યની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરાયુ*
 *નામદાર હાઇકોર્ટ દ્વારા કરેલા અવલોકનમાં પણ રાજ્યની શાળાઓની સ્થિતિની સરાહના કરવામાં આવી છે તે ગુજરાત માટે ગૌરવ*
........................
રાજ્યમાં ત્રી દિવસીય યોજાયેલા ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ - શાળા પ્રવેશોત્સવને મળેલા અપ્રતિમ સહયોગ અને કાર્યક્રમને મળેલી સફળતાનો શ્રેય જનતા જનાર્દનને આપતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે નાગરિકોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાખવેલો ઉત્સાહ અનેરો હતો. રાજ્યની ૩૦ હજારથી વધુ શાળાઓમાં યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ૪૫ લાખથી વધુ વિધ્યાર્થીઓ સહિત ૧ કરોડ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા અને તેને કારણે જ આ ઉત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બની રહ્યો. 
શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદાતભાવથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને પરિણામે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશીયો ૧૦૦ ટકાની ખુબ જ નજીક પહોંચ્યો છે અને તેની સામે ડ્રોપ આઉટ રેશીયો પણ ઘટ્યો છે. બાળકોના શિક્ષણને કેન્દ્રસ્થાને રાખી સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં આ પ્રકારનો કાર્યક્રમ થાય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રી મંડળના સભ્યો, પદાધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં નાગરિકોએ આપેલા સહયોગ બદલ જનતાજનાર્દનનો આભાર માન્યો હતો.
૧૭ માં પ્રવેશોત્સવની સફળતાની ઝાંખી આપતા શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યુ કે, તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે. એટલુ જ નહિ, બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાનો અભિગમ અપનાવી મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ છે.
શિક્ષણમંત્રી શ્રી વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની કુલ ૩૦,૮૮૦ પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇ ૧૦૦ ટકા નામાંકનની દિશામાં નક્કર કદમ ભર્યુ છે. શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડ્યો છે. સ્થાનિક કક્ષાએ વધુ બાળકો શાળામાં  પ્રવેશ લે તે માટે દાતાશ્રીઓ દ્વારા અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યભરમાં  સમાજ અગ્રણીઓ- સખાવતીઓએ રોકડ રૂ.૨.૫૪ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૨૬ કરોડની રકમનો લોકસહકાર મળી રૂ. ર૮.૫૩ કરોડનુ દાન આપ્યુ છે. તે ઉપરાંત બનાસકાંઠાના કાશીપુરા ખાતે રૂ.૧૦ લાખની કિંમતની જમીનનું દાન પણ મળ્યુ છે.
 
 મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ત્રણ દિવસમાં રાજ્યભરમાં ૨૩૬૪ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. 
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, નામદાર હાઇકોર્ટ દ્વારા કરેલા અવલોકનમાં પણ રાજ્યની શાળાઓની સ્થિતિની સરાહના કરવામાં આવી છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ સ્તરથી જ કવોલિટી એજ્યુકેશનનો પાયો સુદ્રઢ કરતા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના આ ૧૭માં અભિયાનની ત્રિદિવસીય શૃંખલામાં ખુબ જ સારો જનપ્રતિસાદ સાંપડ્યો છે. જે રાજ્યમાં એક પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે અને ગુજરાતને ૧૦૦ ટકા શિક્ષીત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વનું સાબિત થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે અને આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષણ માટે મળેલા સૂચનોને આવકારી આ સૂચનોને રાજ્ય સરકાર ચોક્કસ પરિપૂર્ણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. 
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો