યોગ દિનની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*નડાબેટમાં બી.એસ.એફ.જવાનો અને અંબાજી ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરશે*તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાામાં ભવ્ય ઉજવણી કરાશે*

*યોગ દિનની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*
નડાબેટમાં બી.એસ.એફ.જવાનો અને અંબાજી ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરશે*
તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાામાં ભવ્ય ઉજવણી કરાશે*
        તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાંમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. યોગ દિનની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે તા.૨૧ જુન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે આપણા જિલ્લામાં વિશાળ સંખ્યાઠમાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે કહ્યુ કે, વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે યોજાશે તેમજ દરેક તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. જેમાં જિલ્લાની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરિકો ભાગ લેશે કલેકટરશ્રી આનંદ પટેલે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ઉપરાંત નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરી વિશ્વ યોગ દિનને વિશેષ બનાવશે. કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર સમગ્ર જિલ્લાનમાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાાપક આયોજન કરવામાં આવ્યું  છે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા વધે એ ઉદ્દેશ્યથી માનનીય પ્રધાનમંત્રીશ્રી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે. જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઊજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે તેઓની સહભાગિતા અંગે ચર્ચા કરી દરેક નાગરિક, સંસ્થા, કર્મચારીઓ પણ જોડાય એના પર ભાર મુકવામાં આવ્યો હતા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્ની.લ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.કે.પટેલ, બી.એફ.એફ.ના અધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, રમત ગમત અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિ્ત રહ્યા હતા.


રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.