અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ.--------------------------

અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ.
--------------------------
તાલીમ ની સાથે ખેડૂતોને અપાયા શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણ.
અરવલ્લી જિલ્લાના અનુસુચિત  જન જાતિના અને અનુસુચિત જાતિના ખેડુત લાભાર્થીઓને વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્સ કિટ્સ આપવા સહાયના કાર્યક્રમમાં લાભાર્થીઓને સી.ઓ.ઈ વડરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે શાકભાજી પાકોની ખેતી પધ્ધતી અંગે એક દિવસીય તાલીમ અપવામાં આવી.
વર્ષ: ૨૦૨૨-૨૩ દરમ્યાન ગુજરાત હોર્ટીકલ્ચર મીશન યોજનાના એચ.આર.ડી. (માનવ સંસાધન વિકાસ) ઘટક હેઠળ અત્રેના અરવલ્લી જિલ્લાના અનું જન જાતિના ૨૦૦ ખેડુતોને તથા અનું જાતિના ૨૬૧ ખેડુતોને રાજ્યમાં  સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેઝીટેબલ્સ, વદરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે તા. ૦૪-૦૬-૨૦૨૨ થી તા. ૦૯-૦૬-૨૦૨૨ દરમ્યાન શાકભાજીના પાકોના વાવેતર અંગે એક દિવસીય તાલીમનુ આયોજન કરવામાં આવેલ હતુ.
વધુમાં તાલીમ લેનાર ખેડુતોને રાજ્ય સરકારશ્રીની એચ.આર.ટી-૩ અને ૪ યોજનાની વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્સ કિટ્સ આપવા સહાયના કાર્યક્રમ અંતર્ગત ખેડુતોને શાકભાજી પાકોના હાઇબ્રીડ બીયારણ તેમજ જૈવીક દવા, જૈવીક ખાતર જેવા ઇનપુટ્સ કિટસ આપવામાં આવેલ હતા. જેના થકી અનુંસુચિત  જન જાતિના અને અનુંસુચિત જાતિના ખેડુતો પોતાના કુટુંબની આજીવિકામાં સુધારો થાય અને તાજુ શાકભાજી મળી રહે તે ઉદેશથી ખેડૂતોને તાલીમનુ આયોજન કરવામાં આવેછે.
 બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.