ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અનેઅરવલ્લી મોડાસા ખાતે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ "વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ "
ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને
અરવલ્લી મોડાસા ખાતે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ "વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ "
ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તેમજ 'સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન 'યોજવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને શ્રી અર્જુનસિંહ ચૌહાણ માનનીય મંત્રી શ્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના વરદ હસ્તે આજે ખુલ્લો મુકવામાં આવ્યો.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગ્રામ્યકક્ષાએ અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7975 સ્વસહાય જૂથ થકી મંડળની રચના કરવામાં આવેલ છે. જિલ્લામાં ચાલતા નાના-મોટા ગૃહઉદ્યોગોને વેગ મળે તે માટે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા યોજાનાર 'વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ 'ગુજરાત સરકારશ્રીની 20 વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાનો મેળો અરવલ્લી જિલ્લામાં શ્રી અર્જુનસિંહ ચૌહાણ માનનીય મંત્રી શ્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના વરદ હસ્તે આજે ખુલ્લો મુકવામાં આવ્યો. જેમાં વિકાસયાત્રાના પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી અર્જુનસિંહ ચૌહાણ માનનીય મંત્રીશ્રીએ મેળામાં મુકવામાં આવેલા દરેક સ્ટોલની મુલાકાત લીધી અને મંત્રીશ્રીએ ઓર્ગેનિક વસ્તુઓને પ્રોત્સાહન આપતા ઓર્ગેનિક સ્ટોલ માંથી હળદર, સિંધવ મીઠુ અને શીંગદાણા ખરીદ્યા અને સાજસજાવટ ના સ્ટોલ માંથી મોરપીંછ બનાવટની ખરીદી કરી જેનાથી મહિલાઓને પ્રોત્સાહન મળે.
અરવલ્લી જિલ્લામાં આજથી સાત દિવસ સુધી જિલ્લા કક્ષાના મેળા તથા વંદે ગુજરાત પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે.જેમાં અલગ-અલગ તાલુકાના 50 જૂથોના સભ્યો ભાગ લીધો છે. આ મેળા થકી આ તમામ સભ્યોને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરી સારી આવક મેળવે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે તે હેતુ છે.ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત થયેલ ચીજવસ્તુઓને યોગ્ય બજાર મળી રહે અને સારી કિંમત મળી રહે, તે માટે સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. દર વર્ષે મોટા શહેરોમાં સરકારશ્રી તરફથી સાતથી દસ દિવસમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વિવિધ પ્રકારની નાણાકીય સહાય તથા કૌશલ્યવર્ધન તાલીમ મેળવી ગ્રામ્યકક્ષાએ સ્વસહાય જૂથોની મહિલાઓ પોતાની પરંપરાગત સૂઝ અને આવડત દ્વારા સ્થાનિક કક્ષાએ સ્વરોજગારી મેળવી પોતાના કુટુંબની નાણાકીય સ્થિતિ સુધારવામાં સહયોગી બની છે.
આ કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ શ્રી અર્જુન સિંહ ચૌહાણ, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, તેમજ અરવલ્લી જિલ્લાના કલેકટર શ્રી ડૉ નરેન્દ્રકુમાર મીના, ડીડીઓ બી. ડી. ડાવેરા, સહીત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com