થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 85મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 85મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો
સાધુ, સંતો, મહંતો હંમેશા વિશ્વ ના તમામ જીવાત્માઓનુ હંમેશા ભલુ થાય તેના માટે વિવિધ પ્રકારે કાર્યો કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે આ વિસ્તારનુ એક માત્ર 11મુખી હનુમાનજી મંદિર આવેલું છે હિન્દુધર્મોધધારક જગદ્દગુરુ રામાનંદાચાર્યજી મહારાજ પરંપરાના કુબાજી દ્રારાપીઠ જીથડા રાજસ્થાન ના પીઠાધિશ્વર વાસુદેવાચાર્યજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ મહારાજ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 85મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના સ્વરમાં વૈષ્ણવ હિતેશદાસ હંસારામજી મુ. પલાદર તા. સાંચોર  ના સૌજન્ય થી બહોળી સંખ્યામાં ભક્તજનો તથા નરસી એચ દવે હનુમાન ઉપાસક ગૌ ભગત કલેશહર માતાજી ના પુજારી ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો 
કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે આ પંથકમાં ગેલા મુકામે હનુમાનજી મહારાજ ના સ્થાને શ્રીફલનો પહાડ બનેલ છે ગુજરાત બોર્ડરથી નજીક રાજસ્થાન ના ગોલાસન મુકામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજી નુ સ્થાન આવેલ છે આ બંને સ્થાનોના વચ્ચે ના ભાગમા ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી નુ સ્થાન આવેલ છે 11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો માનવ મહેરામણ ઉમટી પડે છે
આ સ્થાન પર 11મુખી હનુમાનજી ની પથ્થરમાંથી વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામ ચાલુ છે ભકતજનોના સાથ સહકારથી આ જગ્યાએ ભવ્ય તીર્થક્ષેત્ર નુ નિર્માણ થશે આવા પવિત્ર અને પરચાધારી સ્થાનના દર્શન કરવા તે  એક જીવનનો લ્હાવો છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.