PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જીલ્લાના અનેક લોકોને મળી રહ્યુ છે મફત અનાજ--------------------------
PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જીલ્લાના અનેક લોકોને મળી રહ્યુ છે મફત અનાજ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા અરવલ્લી વહિવટી તંત્ર કટિબદ્ધ.
PMGKAY એ બદલી પૂંજાભાઇ પરમારની જીંદગી: સરકારના પ્રયત્નથી પરમાર પરિવારને મળ્યું ભરપેટ ભોજન.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ છે. સરકારનો મુખ્ય હેતુ દેશના તળિયાની છેલ્લી વ્યક્તિની સેવા કરવાનો છે. છેલ્લા 10 વર્ષમાં સમાજના ગરીબ વર્ગોને માઈલસ્ટોન સુધી ડિલિવરી સુનિશ્ચિત કરવામાં તેજીથી ઉછાળો જોવા મળ્યો છે.
PM ગરીબ કલ્યાણ અન્ન યોજના દેશના ગરીબો પર કોવિડ રોગચાળાની અસરનો સામનો કરવા માટેની એક અનોખી પહેલ હતી જેને સરકાર દ્વારા લોક કલ્યાણ માટે હજુ પણ યથાવત રખાઈ છે. આ યોજના હેઠળ લાખો મેટ્રિક ટન અનાજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે હવે દેશનો કોઈ પણ નાગરિક ખાલી પેટ ન સુવે.
કોરોનાના કપરા સમયમાં જ્યારે ધનસુરા આમોદરામાં પુંજાભાઈ ચિંતિત હતા કે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે. ઘરનાં લોકોને જમવાનું કેવી રીતે મળી રહેશે . તેવાં કપરા સંજોગોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના એક નિર્ણયે તેમની તમામ ચિંતા દૂર કરી દીધી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તેમને દર મહિને વધારાનું અનાજ મળવા લાગ્યું. પુંજાભાઈએ PM નો આભાર માનતા જણાવ્યુકે તેમને કપરા સમયમાં અમને ભોજન પૂરું પડ્યું છે. એ અમારા માટે અન્નદાતા સમાન છે.
આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લા લાખો લોકોને અન્ન પૂરું પાડવામાં આવ્યું છે. PMGKAY અંતર્ગત 70 હજાર મેટ્રિક ટન જેટલું અનાજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. મે મહિનામાં જ 2 હજાર મેટ્રિક ટન અનાજ લોકોને મળી ગયું છે.
આ યોજનાનો લાભ મેળવવા લોકોને કોઈ નવા રેશનકાર્ડ કે નોંધણીની જરૂર નથી.યોજનાનો લાભ મળવા પાત્ર લોકોને આપોઆપ આ યોજના હેઠળ આવરી લેવાયા છે.જેથી લોકોને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com