અંબાજી માં પાણી ની સમસ્યા થી કંટાળી જાગૃત નાગરિકો ની પંચાયત ને ધારદાર રજુઆત તેમ છતાં પરિણામ શૂન્ય

અંબાજી માં પાણી ની સમસ્યા થી કંટાળી જાગૃત નાગરિકો ની પંચાયત ને ધારદાર રજુઆત તેમ છતાં પરિણામ શૂન્ય

અંબાજીમાં ટેન્કર રાજ.... લોકોની સમસ્યા ને લઇ  પંચાયત નક્કર પગલાં લેવા અસમર્થ...યાત્રાધામ અંબાજીમાં વિકાસ ના લીરેલીરા

અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેમ છતાં  પંચાયત ના હોદ્દેદારો અને પદાધિકારીઓ ના અણઘડ વહીવટ ને કારણે ગામ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે

ગામમાં છેલ્લા કેટલાય મહિનાથી પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા છે જે દરેક મહોલ્લા પોળ અને સોસાયટીના રહીશોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો ને સ્વખર્ચે પાણી ના ટેન્કર મંગાવી પાણીનો વપરાશ કરવો પડી રહ્યો છે તેમ છતાં પંચાયત ના સદશ્યો સરપંચ સેક્રેટરી કે વહીવટદાર ના પેટ નું પાણી પણ હાલતું નથી હાલમાં વહીવટદાર સાશન છે ત્યારે પણ કોઈ નિર્ણય લઈ શકતા નથી જ્યારે સરપંચ કે પંચાયતની બોડી પણ પાંચ વર્ષો માં લોકો ની સમસ્યા માં કોઈ ફેર પાડી શકી નહોતી સરપંચ બનવા લોકો પડાપડી કરતા હોય છે પરંતુ સરપંચ બન્યા પછી તેની જવાબદારી નિભાવવામાં પાછીપાની કરે છે

વર્ષે દહાડે લાખ્ખો રૂ ની ગ્રાન્ટ ગામના વિકાસ માટે આવે છે પરંતુ આખા અંબાજીમાં ક્યાંય એવો ઝાઝો વિકાસ થયો હોય તેવું લાગતું કે દેખાતું નથી દર વર્ષે વસ્તીના ધોરણે નાણા પંચ ની ગ્રાન્ટ આવે છે તેમાંથી ત્રીસ ટકા રકમ પાણી ની સુખાકારી માટે વાપરવાની થતી હોય છે પરંતુ વાસ્તવમાં તેમ થતું નથી વાસમો જેવી સંસ્થા પાણી માટે લાખ્ખોની ગ્રાન્ટ આપે છે પણ તેનો ઉપયોગ કરે તેવી કુશગ્રતા પંચાયતની બોડીમાં હોતી નથી તેથી લોકો એ પીસાવુ પડે છે

આ બાબતે અંબાજી ગ્રામ ના જાગૃત નાગરિક જયદેવભાઈ દવે એ પંચાયતના સેક્રેટરી ને લેખિત માં રજુઆત કરતા સેક્રેટરીએ દોષ નો ટોપલો પાણીપુરવઠા ઉપર ઢોળ્યો હતો કહ્યું હતું કે ત્યાંથી પાણી પૂરતું મળતું નથી તેથી ગામમાં પહોંચાડી શકાતું નથી જ્યારે પુરવઠા નું બિલ પણ ઘણા સમયથી બાકી હોવાથી તેઓ સાંભળતા નથી જ્યારે લોકો ના વેરા ઘણા સમયથી બાકી હોવાથી પાણીનું બિલ સમયસર ભરી શકાતું નથી અને પાણી ની સમસ્યા હલથઈ શક્તિ નથી આ બાબતને લઈને જયદેવભાઈ દ્વારા પાણી પુરવઠા ને પણ રજુઆત કરી હતી અને ગાંધીનગર સુધી રજુઆત કરી હતી 

આમ ગામમાં પાણી ની વિકટ સમસ્યા છે અને આ ઉપરાંત ઘણી સમસ્યા ઓ જેવી કે રોડ-રસ્તા,ગટર, વગેરેની ઘણી સમસ્યા નો સામનો ગામના લોકો કરી રહ્યા છે જેનો યોગ્ય ઉકેલ આવે તેવી લોકોની માંગણી છે

રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.