કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો.

કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો.
--------------------------
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં "ગરીબ કલ્યાણ સંમેલન" યોજાયું.
PM કિસાન સન્માન નિધિ” અંતર્ગત ૧૧ માં હપ્તામાં ગુજરાતના ૫૮.૪૦ લાખ ખેડુતોના બેંક ખાતામાં રૂ.૧૧૬૮.૦૮ કરોડ જમા થયા.
"ગરીબ કલ્યાણ સંમેલન"એ તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે.કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે.
જિલ્લા કક્ષાનું "ગરીબ કલ્યાણ સંમેલન" મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી એ પ્રધાનમંત્રીશ્રીની ફ્લેગશિપ અંતર્ગતની 13 યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ કર્યો. લાભાર્થીઓ સાથે વાતચીત કરી તેમને મળેલી સહાય અંગે માહિતી મેળવી. તેમને સહાય યોગ્ય સમયે અને યોગ્ય રીતે મળી હતી કે કેમ તેની સમીક્ષા કરી.
કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે દેશના નાગરિકોને યોજનાનો લાભ અપાવવો એ અમારું કર્તવ્ય છે. હું પ્રધાનમંત્રી નહિ આપના પરિવારનો સભ્ય બનવા માંગુ છું. તમારાથી જ મારી જિંદગી છે અને આ જીંદગી તમારી જ છે.દરેક ભારતવાસીઓની જિંદગીમાં સુખ, સુરક્ષા, સન્માન માટે હું હમેશા કાર્યરત રહીશ. આજે દેશમાં લુંટ, ચોરી, ગુનેગારી બદલે મહીલા શક્તિ, પ્રગતિ, આરોગ્યની વાત થાય છે.અમે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાનું કામ કરીએ છીએ.
કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે જનધન યોજનાથી નાનામાં નાના લોકોના બેંકમાં ખાતા ખોલાવ્યા. આ બેન્ક ખાતામાં જ તમામ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરાઇ છે. લોકોને તકલીફ ન પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેથી લોકોને તમામ સુવિધા તેમને ઘર આંગણે મળી રહે. પીએમ લોકોની ચિંતા કરતા, લોકો સાથે જોડાયેલ વ્યક્તિ છે. સરકારની યોજના આજે દરેક ખૂણાના વ્યક્તિ સુધી પહોંચી છે.
કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું કે આ સરકાર લોકોની ચિંતા કરે છે. દરેક વંચિતને લગતી યોજના બને, તેનો લાભ દરેક છેવાડાના નાગરિકને મળે તેવું સુશાસન ભારત સરકાર દ્વારા ઉભુ કરાયું છે. ઘરે ઘરે શૌચલય, ગેસ કનેકશન, આવાસ, વીજળી ,શિક્ષણ , આરોગ્ય પૂરું પાડવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં માનનીય કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે જીલ્લાના દરેક છેવાડાના નાગરિક સુધી દરેક પ્રજાલક્ષી યોજનાના લાભ મળે તે માટે સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે.
કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અન્ન પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર,અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી  નરેન્દ્રકુમાર મીના,અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.ડી.ડાવેરા ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ મનાત સહિતના અઘિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.  
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી  .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો