પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન કાર્યક્ર્મ યોજી સહાય આપવામાં આવી.
પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન કાર્યક્ર્મ યોજી સહાય આપવામાં આવી.
--------------------------
અરવલ્લી જિલ્લાના 3 બાળકોએ કોરોનામાં ગુમાવ્યા હતા માતા-પિતા
પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 29મી મે 2021ના રોજ બાળકો માટે શરૂ કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ્ય 11મી માર્ચ 2020 થી શરૂ થતાં સમયગાળા દરમિયાન કોવીડ 19 રોગચાળામાં માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને સહાય કરવાનો છે. આ યોજનાનો ઉદેશ્ય બાળકોની સર્વગ્રાહી સંભાળ અને સુરક્ષા સતત સુનિશ્ચિત કરવાનો છે.
આ યોજના દ્વારા બાળકોને આરોગ્ય વીમો આપી તેમના સ્વાસ્થ્યને સક્ષમ કરવામાં આવ્યું. બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય સક્ષમ બનાવવામાં આવ્યું. આ બાળકો 23 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આર્થીક સહાય આપી આત્મનિર્ભર અસ્તિત્વ તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ બાળક 18 વર્ષની ઉંમરથી સ્ટાઈપેન્ડ આપશે. 23 વર્ષે બાળક પહોંચે ત્યારે તેને રૂ.10 લાખ આપશે.SDRF-MHA ના નિર્દેશ અનુસાર પ્રતિ મૃત માતાપિતા દીઠ રૂ.50 હજારનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
કાર્યક્રમમાં બાળકો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોરોનાએ ઘણાની જીંદગી સંઘર્ષમય બનાવી દીધી છે. આ બાળકોની તકલીફ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પીએમ કેર ફોર ચિલ્ડ્રનની આ સહાય બાળકોને સારું શિક્ષણ, આરોગ્ય પૂરું પાડશે.બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોન પણ પૂરી પાડવામાં આવશે.આ બાળકોની હિંમતને હું સલામ કરું છું. દેશની સંવેદના તમારી સાથે છે. બાળકો તમારે હાર નથી માનવાની , તમારે દેશ માટે આગળ વધવાનું છે.
અરવલ્લી જિલ્લાના 3 બાળકોએ કોરોનામાં પોતાના માતાપિતા ગુમાવ્યા છે. આજે જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ બાળકોને યોજનાના દસ્તાવેજ આપી સહાયની રકમ પૂરી પાડી. કલેકટર શ્રીએ બાળકો અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી એવી તમામ સુવિધા પૂરી પાડવા અધિકારીઓને સૂચના આપી.
આજના કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર. જી.શ્રીમાળી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. ડી. ડાવેરા સહિતના જિલ્લા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com