અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી જીલ્લાની પાણી સમિતિની સમીક્ષા બેઠક.-----------------------------------------------------------------------

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી જીલ્લાની પાણી સમિતિની સમીક્ષા બેઠક.
-----------------------------------------------------------------------
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષાની બેઠક મળી. જેમાં જિલ્લાના દરેક ખૂણે પાણી પુરવઠાનો યોગ્ય જથ્થો પૂરો પાડવા સૂચના અપાઈ.
બેઠકમાં જીલ્લાના વિવિધ ગામમાંથી મળેલી પાણી સમસ્યાની ફરિયાદોની સમિક્ષા કરી તેને આ સમસ્યાનો યોગ્ય અને ઝડપી નિકાલ લાવવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયાં. નલસે જલ યોજના હેઠળ દરેક ફળિયામાં પાણી કનેક્ટિવિટી પહોંચે તે અંગે પણ કામગીરી કરાઈ. દરેક લોકોને જીલ્લાની કોઈ પણ પરિસ્થિિમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે અંગે પણ વિચારણા કરાઈ.
જીલ્લામાં ચાલતી ખેત તલાવડી, બોર વ્યવસ્થા, તળાવ ઊંડાણ, નહેર લંબાવવાની પ્રક્રિયા, તળાવ ભરવાની કામગીરીની પણ સમીક્ષા કરાઈ. દરેક યોજનાનો લાભ લોકો સુધી ઝડપથી પહોંચાડી શકાય તે અંગે પણ ચર્ચા કરાઈ. પાણી સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય લેવલના અઘિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધવા વહિવટી અધિકારીઓને સૂચન કરાયા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. ડી.ડાવેરા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.