ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.--------------------------
ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં 58 નવનિર્મિત પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ
ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થી વર્ચુઅલ જોડાઈને સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસો ના રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ડીવાયએસપી તથા બાયડ પોલીસ લાઈન રૂપિયા 6,29,00,000 (છ કરોડ ઓગણત્રીસ લાખ )માં અને સાઠંબા પોલીસ સ્ટેશનનું રૂપિયા 67, 00,000 (સડસઠ લાખ ) નું નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.જે સરકાર દ્વારા પોલીસ માટે ઉત્તમ કાર્ય છે.નવનિર્મિત પોલીસ સ્ટેશન નો મુખ્ય હેતુ અરજદારોને સારી સુવિધા મળી રહે અને પોલીસ તંત્ર સમાજ માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તેવો છે. પોલીસ પરિવાર ને હૂંફ પૂરી પાડવા સારું તેમજ એક જ પરિસરમાં પોલીસ પોતાના પરિવારની સાથે રહી શકે તે માટે અરવલ્લી જિલ્લામાં આગામી સમયમાં એક ભવ્ય હેડક્વાટર નવનિર્માણ પામવા જઈ રહ્યું છે. જેમાં 280 પોલીસ ક્વાર્ટર્સ તેમજ બાલક્રિડાગણ, માઉન્ટેન ડિવિઝન, પોલીસ તાલીમ સંકુલ,એમ.ટી ડિવિઝન,પરેડ ગ્રાઉન્ડ તથા પોલીસ પરિવારના બાળકો માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન આગામી સમયમાં થશે.
આ કાર્યક્રમમાં માનનીય સાંસદ, ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી, શ્રી અમિતભાઇ શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા.પ્રમુખ જિલ્લા પંચાયત અરવલ્લી શ્રી લાલસિંહ હિંમતસિંહ ચૌહાણ, કલેક્ટરશ્રી અરવલ્લી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com