અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક ------------------------------------------------------------------------ચોમાસુ વહેલું આવી શકે તેવી શક્યતાને પગલે તમામ રીતે જિલ્લા વહીવટી તંત્ર સજજ.
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક
------------------------------------------------------------------------ચોમાસુ વહેલું આવી શકે તેવી શક્યતાને પગલે તમામ રીતે જિલ્લા વહીવટી તંત્ર સજજ.
અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, આબોહવા , હવામાનને જોતા વાવાઝોડું અને વરસાદના કિસ્સામાં કોઈ નુકસાન પહોંચે તો તેને મદદરૂપ થવા આપણું તંત્ર સાબદુ રહે તે જરૂરી છે. આ માટે તાલુકા કક્ષાએ રિસ્પોન્સ સેન્ટર કાર્યરત થાય તે ખાસ જરૂરી છે. આ માટે દરેક મામલતદાર શ્રી એ રિસ્પોન્સ સેન્ટર ખાતે ટેલિફોન નંબર, કમ્પ્યુટર સહિત હાજર રહેનાર અધિકારી, કર્મચારીની ફરજ વ્યવસ્થાપન અંગે માહિતી આપી.
બેઠકમાં અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં એ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું, કંટ્રોલ રૂમ સુધી સતત વિગતો પહોંચાડવી, સંબંધિત અધિકારી અને વિભાગ સાથે સંકલન કરવું, બચાવની કામગીરી કરવા માટે પૂર્વ તૈયારી કરવા કહ્યુ.
ડેમ અને અન્ય સાઈટ પર આગોતરું મેઇન્ટેઈન થાય, સાધનો અપડેટ કરવા, વરસાદ શરુ હોય ત્યારે આંકડા દર બે કલાકે પહોંચતા કરવા, તાલુકાના ઉપલબ્ધ સંસાધનો વિશે વિગતો મેળવવી, અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં કોની મદદ મેળવવી, સ્થળાંતર કરવાનું થાય તો આશ્રય સ્થાનો, રહેવા- જમવા અને વાહનની સુવિધા, જર્જરિત મકાન અને પડી જાય એવા ઝાડ હોય તેના બાબતે ઘટતું કરવા જણાવ્યુ. વોકળા, ગટર, રેલીંગ સફાઈ કરવી. ડેમ ચકાસણી કરવા અને અધિકારી - કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા પણ જણાવવામાં આવ્યું.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com