અંબાજી ખાતે વિપુલ ચૌધરી ની અધ્યક્ષતા માં અર્બુદા સેના ની પ્રશિક્ષણ શિબિર યોજાઈ

 અંબાજી ખાતે વિપુલ ચૌધરી ની અધ્યક્ષતા માં અર્બુદા સેના ની પ્રશિક્ષણ શિબિર યોજાઈ 
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ વર્ષે 2022 મા ગુજરાત ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ની પાર્ટીઓ મતદારો ને આકર્ષવા માટે સભાઓ અને મીટીંગો યોજી રહી છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે 17 મે ના દિવસે સવારે 11 વાગે અંબાજી ચૌધરી વિશ્રાંતીગૃહ મા અર્બુદા સેનાની  પ્રશિક્ષણ શિબિર વિપુલચૌધરીની અધ્યક્ષતા મા યોજાઈ હતી. આ શિબિર મા મહેસાણા જીલ્લાના 3 તાલુકાના લોકો જોડાયા હતા અને બે દીવસ સુધી આ શિબિર અંબાજી ખાતે ચાલશે અને ખેડૂત પુત્રો અને ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો સાથે ડેરી અને તેની સાથે જોડાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
     સતલાસણા, ખેરાલુ અને વડનગર તાલુકાના 67 ગામના ખેડૂતપુત્રો આ શિબિર મા હાજર રહ્યા હતા. આ અગાઊ 29 સભા યોજાઇ ગઈ છે અને આવતાં મહિને દૂધ સાગર સૈનિકોની શિબિર પણ યોજવામાં આવશે. આગામી 24 તારીખે મહેસાણા વિસનગર બ્લોકની શિબીર પણ અંબાજી ખાતે યોજાશે અને તારીખ 4/6/2022 ના રોજ પાટણ બ્લોક ની શિબીર પણ અંબાજી ખાતે યોજાશે તેમ વિપુલ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

:- વિપુલ ચૌધરીએ શુ જણાવ્યું :- 

આજની જે અર્બુદા સેનાની પ્રશિક્ષણ શિબિર છે આમા સમાજને કેન્દ્રમા રાખીને યોજાઇ છે. અર્બુદા સેનાનો સૈનિક હોય તેનું ઘડતર કેવીરીતે કરવાનુ છે અને તેની પ્રાથમિક કામગીરી તેને કરવાની છે. પેલા પોતાનું ગામ હોય પછી પોતાનું સમાજ હોય વિસ્તારમા જે પણ પ્રશ્નો હોય આ બધી બાબતોમા તેની પ્રાથમિકતા જાહેર નાગરિક તરીકે પણ ઘડતર થાય, ઘડતરમા, સંઘર્ષમા સંકોચ ન હોય અને પોતાની વાત ગામ થી સારા વકીલ તરીકે , સારા વક્તા તરીકે અને જ્યા જરૂરિયાત હોય તેના માટે તૈયાર કરવાનો છે.
    સહકારી ક્ષેત્ર મા જુની પેઢી વર્ષો સુધી રહી તેમનાથી બનતું સંગઠનનું કામ મા યોગદાન આપ્યું અને સમય થયો છે કે નવી પેઢી પણ આ વાતને સમજી શકે અને સહકારીતા થી સારો વિકાસ થાય. સહકારી ક્ષેત્રે સો એ સો ટકા સરકારી માળખામાં દૂધ આવે અને ખાનગી રિતે ન થાય તેનુ ધ્યાન રાખવાની જરૂર છે.
    આજે રાજસ્થાનના દૂધ ઉત્પાદક ને સો રૂપિયા વધારે આપવામાં આવે છે અને આપણી ગુજરાત સરકાર સહેજ પણ આ બાબતે વિચાર ન કરે તે કેટલું વ્યાજબી છે. રાજસ્થાનનું દૂધ સહકારી રીતે મેળવાય છે. રાજસ્થાની સરકાર પોતાના દૂધ ઉત્પાદકોને પાંચ રૂપિયા પ્રતિ લીટર આપતા હોય તો ગુજરાતની સરકાર ને શું જોર આવે છે કેમ તે સકારાત્મક રીતે પોતાના દૂધ ઉત્પાદકોને ન્યાય આપતી નથી. આમ વિપુલ ચૌધરી દ્વારા વિવિધ મુદ્દા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રિપોટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો