દેવભૂમી દ્વારકા જિલ્લા માં પત્રકાર એકતા પરિષદ ની નવીન કારોબારી ની રચના કરવા માટે સર્કિટ હાઉસ દેવભૂમિ દ્વારકા ખાતે બેઠક નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પત્રકાર એકતા પરિષદ
દેવભૂમી દ્વારકા જિલ્લા માં પત્રકાર એકતા પરિષદ ની નવીન કારોબારી ની રચના કરવા માટે સર્કિટ હાઉસ દેવભૂમિ દ્વારકા ખાતે બેઠક નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ ના નેતૃત્વમાં મળી હતી,જેમાં પ્રદેશ આઇ.ટી.સેલ સમીર બાવાણી પ્રદેશ અગ્રણી મુકેશભાઈ સખીયાં,પ્રહલાદભાઈ ચૌહાણ,ઝોન ૯ નાં પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન - ૯ ના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ કલાલ, ઝોન 3 સહ પ્રભારી અમિત પરમાર સહિત આગેવાનો ની હાજરી અને સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ની હાજરી માં પ્રદેશ અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો...કાર્યક્રમ ને આગળ વધારતા પત્રકાર એકતા પરિષદ (સંગઠન) નો પાયો નાખનાર મર્હુમ સલીમભાઈ બાવાણીને બે મિનિટ નું મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
કાર્યક્રમ ને આગળ વધારતા ઉપસ્થિત મહાનુવ શ્રીઓ નુ દ્વારકા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના સભ્યો અને આગેવાનો દ્વારા પુષ્પ હાર અને દ્વારકાધીશ ની ખેસ પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ અને ગુજરાત ની એક્માત્ર પત્રકારોના હિત માટે લડત આપતી સંસ્થામાં જોડાવાની ખુશી વ્ય્કત કરી હતી.
પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઇ પંડ્યા દ્વારા પોતાના પ્રાસંગીક ઉદ્દબોધન માં જણાવ્યુ કે પત્રકાર એકતા સંગઠન ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ ની પ્રથમ મિટીંગ થી આપણૂ પત્રકાર એકતા પરિષદ સતત પત્રકારો ના હિત માટે લડત આપતુ આવ્યુ છે અને પત્રકારો ની વર્ષો જુની માગણીઓ ને પણ પ્રાધન્ય આપી સરકાર સાથે સંકલન કરી અને વષોથી પત્રકારો ને મળતા અને બંધ થયેલા લાભો પરત મેળવવા અને પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરાવવા માટે પત્રકાર એકતા પરિષદ ના ડેલિગેશન સાથે શાશક પક્ષ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે વાતાઘાટો મારફત રજુ કરાયેલ ૧૪ ,માગણીઓ પૈકી ની ૧૦ માગણીઓ સરકાર દ્વારા સ્વિકૃત કરવામાં આવી છે અને બાકીની માગણીઓ પ્રગતિમાં રાખવામાં આવી છે તેમ જણાવી હાજર પત્રકારો ને પત્રકાર એકતા પરિષદ ના મુખ્ય કાર્યો અને સિધ્ધિઓ વિશે અવગત કરાવ્યા હતા.
પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઇ કાત્રોડીયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધન માં જણાવ્યુ હતુ કે જેમણે પત્રકાર એકતા પરિષદ નો પાયો નાખી અને એક રાજ્ય વ્યાપી પત્રકાર પરિષદ ના સ્વપન સાથે ગુજરાત ના પત્રકારો ને આ સંસ્થા આપી તેવા મર્હુમ સલીમભાઇ બાવાણી આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા ત્યારે પત્રકાર એકતા પરિષદ ની જવાબદારી સુપેરે નિભાવિ અને રાજ્ય ના ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાઓ માં પત્રકાર એકતા પરિષદ ની કારોબારી ની રચના કરી એક મહા અધિવેશન નુ આયોજન આગામી ભવિષ્ય માં કરી અને ખરેખર સલીમભાઇ ના સ્વપન ને સાકાર કરી તેમને સાચી શ્રધ્ધાંજલી આપીશુ અને જાહેર મંચ પર ગુજરાત ભર ના પત્રકારો ની વચ્ચે સરકાર ના પ્રતિનિધિ મારફત સરકાર દ્વારા પત્રકાર એકતા પરિષદ ની સ્વિકૃત કરેલી માગણીઓ પણ જાહેર કરી અને વર્ષોથી લાભોથી વંચિત પત્રકારો ને યોગ્ય ન્યાય મળશે.પત્રકાર એકતા પરિષદ ની કાર્યપધ્ધતિ મુજબ નવા પ્રમુખની નિમણુક માટે ચુંટણી પ્રક્રિયા યોજી પ્રમુખ માટે નામ ની દરખાસ્ત મંગાવતા સર્વાનુમતે એક્સુરે અનિલભાઈ લાલ નાં નામ ની દરખાસ્ત આવતા તેમને પ્રમુખ પદ તરીકે નિયુક્તિ આપી હતી.વિવિધ હોદ્દાઓ પર સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકે ખુશાલભાઈ ગોકાણી,. જીતુભાઈ નાયાણી, નેહુલભાઈ લાલ, મહામંત્રી તરીકે ભાવેશભાઈ જામ, લલિતભાઈ શિંગડીયા, ભગવાનજી ભાઈ થોભાની, વિતલબેન પિસાવડિયા, મંત્રી તરીકે ધર્મેશભાઇ ઉપાધ્યાય, ભૂપતભાઇ માણેક, જયસુખભાઇ મોદી, રિશી ભાઈ રૂપારેલિયા, સહમંત્રી તરીકે મનીષભાઈ જોષી, બાલાભાઈ ગઢવી, જયદીપભાઈ લાખાણી, દેવેનભાઈ લાલ ખજાનચી તરીકે રાકેશભાઈ સમાણી અને આઇ.ટી.સેલ માં મલયભાઈ પંડ્યા ની નિમણૂક કરાઈ હતી.સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન પ્રદેશ નાં આઇ.ટી.સેલ કન્વીનર સમીરભાઈ બાવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com