અરવલ્લી જિલ્લામાં અનેક ગામોમાં મળ્યો જળ જીવન મિશનનો લાભ.
જળ શક્તિ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જળ જીવન મિશનનો અમલ કરવામાં મદદરૂપ થવા માટે સતત કામગીરી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આ મિશન અંતર્ગત વર્ષ 2024 સુધીમાં 180 મિલિયન ગ્રામીણ પરિવારોને પાણીના નળનું જોડાણ આપીને પ્રત્યેક વ્યક્તિને દરરોજ 55 લિટર પીવાલાયક પાણી પૂરું પાડવાનો મહત્વાકાંક્ષી અને નિર્ણાયક ઉદ્દેશ છે. આ યોજના તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ખૂબ જ લાભકારક છે જેમાં ખાસ કરીને પીવાલાયક પાણીના નળનું જોડાણ ધરાવતા પરિવારોમાં મહિલાઓ અને બાળકોને સંખ્યાબંધ ફાયદા થઇ રહ્યાં છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાના મોહનપુર કંપામાં જળ જીવન મિશન યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે.મોહનપુર કંપા ગામની મહિલાઓ એક જળ સમિતિ બનાવીને ખુબજ સરસ રીતે આ યોજનાનો લાભ મેળવી રહી છે.મોહનપુર કંપાની જળ સમિતિની મહિલાઓ પોતાના અનુભવો જણાવતા કહે છે, કે ખુબજ તકલીફ અને પાણીની સમસ્યા પછી જળ જીવન મિશનનો લાભ મળ્યો અને આજે ખુશીથી અમે જીવન વ્યતીત કરી શકીએ છીએ.પશુઓ માટે પીવાના પાણીની તકલીફ દુર થઈ ગઈ છે અને પાણી ની સમસ્યાનો અંત લાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનો અમે આભાર માનીએ છીએ.
ગુજરાત 2022-23 સુધીમાં 100% પરિવારોમાં પાણી માટે નળના જોડાણો પૂરાં પાડવાની યોજના ધરાવે છે.જળ જીવન મિશન ઘણા મોટા પ્રદેશ માટે આશીર્વાદરૂપ પૂરવાર થયું છે બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com