અમદાવાદના માંડલ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

અમદાવાદના માંડલ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તાલુકાની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ઝોન-9ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખ પટેલ, ધર્મેન્દ્રસિંહ ચાવડા, સંજય ભાઈ ઠક્કર તથા માંડલના પત્રકારો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. દરેક પત્રકારના પરિચાય બાદ હાજર પત્રકારો દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પત્રકાર એકતા સંગઠન દ્વારા કેવી રીતે જિલ્લા અને તાલુકાઓમાં કારોબારીની રચના કરવામાં આવે છે અને સંગઠનની કામગીરી શું છે તે બાબતે ઝોન-9ના પ્રભારી શ્રી ભરતસિંહ રાઠોડ દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપી સૌ પત્રકાર મિત્રોને અવગત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે  સર્વ પત્રકારો આંતરિક મતભેદો ભૂલી અને સંગઠન માટે એક થઈને કામ કરવાનું છે તેમ જણાવી સંસ્થાની વિવિધ ઉપલબ્ધિઓ અને સંસ્થામાં જોડાઈને પત્રકારોમાં એકતા વધારીએ અને સૌ સંગઠિત બનીએ તેવી હાંકલ કરવામાં આવી હતી.

ત્યારબાદ માંડલ તાલુકાની પત્રકાર એકતા સંગઠનની કારોબારીની લોકશાહી ઢબે સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. જેમાં માંડલ તાલુકા પ્રમુખ તરીકે શ્રી રમણભાઈ દવે, ઉપપ્રમુખપદે ભાવિક પંચાલ, મહેન્દ્ર ગજ્જર, કનુભાઈ પંચાલની વરણી કરવામાં આવી હતી. જ્યારે મહામંત્રી તરીકે જગદીશ રાવળ, હિતેશ દેત્રોજા અને મંત્રી તરીકે દર્શનભાઈ, સહમંત્રી તરીકે રણજીતસિંહ રાઠોડ વરણી  કરવામાં આવી હતી.બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો