પવિત્ર ધામ શામળાજીમાં ભવ્ય શોભાયાત્રા ગાયત્રી શક્તિપીઠ, શામળાજીનો પાટોત્સવ પર્વનો ભવ્ય શોભાયાત્રાથી પ્રારંભ થયો.
પવિત્ર ધામ શામળાજીમાં ભવ્ય શોભાયાત્રા
શામળાજી પવિત્ર ધામમાં ૧૯૮૦માં ગાયત્રી શક્તિપીઠનો પ્રારંભ થયો હતો. જેનો બેતાલીસમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આજ ૧૩ એપ્રિલ, બુધવારે સવારે ૯:૦૦ કલાકે શામળાજીમાં ભવ્ય શોભાયાત્રાથી ૪૨મા પાટોત્સવ નો પ્રારંભ થયો. જે ૧૩ અને ૧૪ એપ્રિલ એમ બે દિવસ મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
યુગ પરિવર્તનના પ્રતિક એવા મશાલનું પ્રાગટ્ય કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી આસપાસના ગામો સહિત અરવલ્લી અને સાબરકાંઠાના દરેક તાલુકામાંથી થઈ હજારોની સંખ્યામાં ગાયત્રી સાધક ભાઈઓ ,બહેનો,યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા. ભવ્ય ઝાંખીઓ, શણગારેલા વાહનો , વિશેષમાં પાટોત્સવ આયોજન અગાઉ એક કરોડ ગાયત્રી મહામંત્ર લેખન અભિયાન ચલાવવામાં આવેલ. જે પવિત્ર મંત્ર લેખન નોટબુકો તેમજ પીળા કળશ માથે લીધેલ પીત વસ્ત્રધારી બહેનો વિશેષ શોભા વધારી રહી હતી.
ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ સમગ્ર માનવજાતને સન્માર્ગ તરફ ચાલવા વિચાર ક્રાન્તિ માટે આપેલ જયઘોષના સૂત્રોથી આજ શામળાજી ગુંજી ઉઠ્યું હતું. આ તીર્થધામમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ મંદિર આ શોભાયાત્રા પહોંચતા સમગ્ર ગાયત્રી ઉપાસકોએ મંદિરની પરિક્રમા કરી હતી. વિષ્ણુ મંદિરના વ્યવસ્થાપકશ્રી કનુભાઈ પટેલ દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ શોભાયાત્રા આઈ.ટી.આઈ.થી પ્રારંભ થઈ બસસ્ટેશન, વિષ્ણુ મંદિર થઈ ગાયત્રી શક્તિપીઠ ખાતે વિરાટ યજ્ઞ મંડપમાં સમાપન કરવામાં આવેલ. આજથી પ્રારંભ થયેલ આ પાટોત્સવ કાર્યક્રમમાં આજ હરિદ્વારથી પધારેલ વિશેષ પ્રતિનિધીશ્રીઓ દ્વારા સમગ્ર શામળાજી પંથક તેમજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જનહિત પ્રવૃતિઓ વધુ વેગવાન બનાવવા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ એપ્રિલ સવારે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કારનું આયોજન સંપન્ન થનાર છે. જેમાં ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ, હરિદ્વારથી પરમ શ્રદ્ધેયા શૈલજીજી તથા યુવા હ્રદય એવા આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજી વિશેષ ઉપસ્થિત રહેનાર છે. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com