જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન

જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન 
                             .. કલેકટરશ્રી આનંદ પટેલ  
તા. ૮ મી એપ્રિલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો નું ઉદઘાટન કરશે
શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ અંગે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ: પત્રકારશ્રીઓને માહિતી અપાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
         વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ ત્રિ-દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી ત્યારબાદ પત્રકારશ્રીઓને માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી અંબાજી દર્શને આવતા લાખો માઈભક્તોને એક જ જન્મમાં ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળશે. તેમણે કહ્યું કે, આ પરિક્રમાની વ્યવસ્થા સારી રીતે જાળવવા માટે ૧૪ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને અધિકારીઓને તે પ્રમાણે કામગીરી ફાળવાઇ છે. 
           કલેકટરશ્રી આનંદ પટેલે ત્રિ-દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તારીખ ૮ એપ્રિલના રોજ સવારે-૬.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોની મૂર્તિઓની પુજારીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રક્ષાલન વિધિ કરાશે. ત્યારબાદ સવારે-૭.૦૦ થી બપોરે-૧૧.૦૦ સુધી શોભાયાત્રા/ જ્યોત યાત્રા અને પરિક્રમા યાત્રા યોજાશે. જેમાં ગબ્બર ગેટ સર્કલથી સર્કલથી ગબ્બર પ્રવેશદ્વાર સુધી આદિવાસી આશ્રમશાળા, અંબાજીની ૫૧ દિકરીઓ દ્વારા કળશ યાત્રા અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જ્યોત લાવી તમામ મંદિરોમાં જ્યોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમાનો પ્રારંભ થશે. સવારે-૯.૦૦ થી સાંજે-૫.૦૦ સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-૧૦.૦૦ થી સાંજે-૪.૦૦ સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સંત્સંગ કાર્યક્રમો યોજાશે. આરતીમાં સાંજે-૬.૩૦ કલાકે મહાઅભિષેક  કાર્યક્રમ યોજાશે. 
         કલેકટરશ્રીએ કહ્યું કે, તા. ૮ મી એપ્રિલે સાંજે- ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ. ૩ કરોડના ખર્ચથી નિર્માણ પામનાર મંદિર રિનોવેશન અને સુવિધાઓનું નિરીક્ષણ કરી મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપ્લીઉકેશનનું લોન્ચીંગ કરશે. અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩૫ કરોડના ખર્ચથી નિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો નું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે. 
          તેમણે કહ્યું કે, ચૈત્રી સુદ નવરાત્રિના પવિત્ર દિવસોમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે તા. ૯ એપ્રિલના રોજ સવારે-૯.૦૦ થી બીજા દિવસ ૯.૦૦ સુધી (૨૪ કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના ૬૪૬ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવશે. સવારે-૯.૦૦ થી બપોરે-૧.૦૦ સુધી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોમાં ધજા અર્પણ તેમજ પરિક્રમા યોજાશે. સવારે-૯.૦૦ થી સાંજે-૫.૦૦ સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-૧૦.૦૦ થી સાંજે-૪.૦૦ સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સંત્સંગ કાર્યક્રમો યોજાશે.  
          કલેકટરશ્રીએ જણાવ્યું કે, તા. ૧૦ એપ્રિલના રોજ સવારે-૯.૦૦ થી બીજા દિવસ ૯.૦૦ સુધી (૨૪ કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના વિવિધ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ કરી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં પાલખી યાત્રા કરવામાં આવશે. સવારે-૯.૦૦ થી સાંજે-૫.૦૦ સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. જેમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જોડાશે.
          આ પ્રસંગે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી આર. કે. પટેલ, પૂર્વ વહીવટદારશ્રી એસ.જે.ચાવડા અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો