રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે જંગી સભા અને રેલી કાઢી.
ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા લાલ ચોક ધાનેરા ખાતે ધાનેરા, થરાદ,લાખણી, ડીસા, દાંતીવાડા તાલુકા ના ગામડા માં પાણી ની સમસ્યા હલ કરવા અને નર્મદા કેનાલ માથી પાણી માટે પાણી અધીકાર જંગી સભા અને રેલી કાઢવા માં આવેલ
આજે સવારે દસ કલાકે લાલ ચોક માં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઇ સભા યોજાઈ ત્યાર બાદ આ સભા માંથી રેલી માં ફેરવાઇ અને રેલી ધાનેરા બસ સ્ટેશન થી ગંજ બજાર માં થઇ મામલતદાર કચેરી પહોંચેલી જયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી આક્રમક બની પાણી ના માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ના ખેડુત નેતા દોલાભાઈ ખાગડા ની આગેવાની માં સભામાં બ્રહ્મા કુમારી રશ્મિ દીદી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપી, તેમજ રાષ્ટ્રીય કિસાન સંગઠન ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી કુબેરસિંહ હાજર રહી જીલ્લા પ્રમુખ વી.કે.કાગ ને પ્રદેશ ના મહામંત્રી તરીકે નિમણુંક આપી રાષ્ટ્રીય કારોબારી સમિતિ ના સભ્ય પદે નિમણુંક થવા બદલ અભિનંદન કરેલ .
વધું આજની સભામાં માં કિસાન અગ્રણી પાલભાઇ આબલીયા, જે.કે.પટેલ, ગજેન્દ્રસિંહ ચૌધરી ,કિર્તીભાઈ ચૌધરી, વગેરે હાજર રહી ખેડૂતો ને માર્ગદર્શન આપેલ.
આ કાર્યક્રમમાં ને સફળ બનાવવા માટે પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ, જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, મહામંત્રી નવાભાઈ મુંજી વગેરે ભારે જહેમત ઊઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com