ટેકરાવાળી મેલડી માતાના મંદિરે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન

ટેકરાવાળી મેલડી માતાના મંદિરે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન
     ડીસા શહેરમાં ટેકરા વિસ્તારમાં આવેલ ટેકરાવાળી શ્રી મેલડી માતાના મંદિરે ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા: ૯ /૦૪/ ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૩૯ વિજય મુહૂર્તમાં હવન શરૂ થશે અને સાંજે ૪:૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે અને  સાંજે ૫:૦૦ કલાકે માતાજીના મંદિરે નેજા ચડાવામા આવશે ત્યાર બાદ સાંજે ૭:૦૦ કલાકે મંદિરમાં મહાઆરતી થશે ત્યાર બાદ રાત્રે ૮: કલાકે ગરમા ગરમ તેલ માંથી પુરી બહાર કાઢવાનો કાર્યક્રમ થશે આ ગરમા ગરમ તેલમાંથી પુરી હાથ નાખીને  બહાર કાઢવામાં આવશે જે હાજર ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આ ગરમા ગરમ તેલ માંથી પુરી કાઢવાનો માઈ ભક્તો લાભ લેશે ત્યાર બાદ આવેલ ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે 
      ટેકરાવાળી મેલડી માતાના ભગત ઈશ્વરભાઈ અમથુજી ઠાકોર એ ચૈત્ર નવરાત્રિ આઠમના દિવસે હવન તેમજ ભોજન પ્રસાદનો ધાર્મિક જનતાને લાભ લેવા માટે અનુરોધ કર્યો છે 
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી