દાંતામાં એલસીબી ઈશ્વરભાઈ દેસાઈ અને તેમના સ્ટાફ ની સરાહનીય કામગીરી

દાંતામાં એલસીબી ઈશ્વરભાઈ દેસાઈ અને તેમના સ્ટાફ ની સરાહનીય કામગીરી 
  દાંતામાં જાહેર વિદેશી દારુનું સ્ટેન્ડ ક્યાં અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલે છે
 દાંતા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-334 કી.રૂ.51,495/- તથા મોબાઈલ નંગ-1 કી.રૂ.500/-  તથા મારૂતી 800 ગાડી કી.રૂ.50,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.1,01,995/- સાથે  એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા
-શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી ડી. આર. ગઢવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ 
         હેડ.કોન્સ.દિલીપસિંહ  તથા પો.કોન્સ ઈશ્વરભાઈ ભીખાભાઇ, પ્રકાશભાઈ, નાથુભાઈ, પ્રભુભાઇ * નાઓ દાંતા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *પો.કો.ઈશ્વરભાઈ  ભીખાભાઇ*  ને બાતમી હકીકત મળેલ કે  દાંતા તરફથી એક *મારૂતી 800 ગાડી  GJ-01-AR-7673* માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આગળ  જનાર છે જે બાતમી હકીકત આધારે પાલનપુર-દાંતા હાઇવે પેથાપુર ત્રણ રસ્તા પાસે વોચમાં હતા દરમિયાન હકીકત વાળી ગાડી આવતા તેને નકાબંધી કરી પકડી પાડી ગાડીમાં જોતાં  *ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-334 કી.રૂ.51,495/- તથા મોબાઈલ નંગ-1 કી.રૂ.500 /- તથા મારૂતી 800 ગાડી કી.રૂ.50,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.1,01,995/-* ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક * મેપેન્દ્રસિંહ ઉર્ફ મેપભા વીરસિંહ ડાભી રહે. અંધારિયા તા. વડગામ * વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ દાંતા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.