પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ..
આજે સુરત ખાતે યોગી ચોક પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી..પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ..
સુરતના પત્રકારો ની હાજરીમાં પ્રિન્ટ મીડિયા નાં જિલ્લા પ્રમુખ તરીકે હકીમ વાણા ની નિમણુક...
જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા
જેમના સિરે સમાજને વાસ્તવિકતા બતાવાની જવાબદારી છે એવા પત્રકારો ની બેઠક આજ રોજ સુરત ભાવનગર અને ભરૂચ બારડોલીના સુરતમાં મળી
આજની બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા હતા જેમને સર્વ એ શુભકામનાઓ આપી હતી
સાથે સાથે આ બેઠકમાં આવનારા સમયમાં સંગઠન દ્વારા સંઘને મજબૂત કરી પત્રકારોની સુરક્ષા સાથે સમાજમાં લોકતંત્ર ને ટકાવી રાખવા સંગઠનના પત્રકારો દ્વારા સતત પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું...
પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતના સીમાડા સર કરી ૨૨ જિલ્લા અને તાલુકા સમિતિ સાથે પૂર્ણ થયું છે. કોરોના બાદ બાકીનું કામ પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સરકાર સમક્ષ ૧૨ માગણીઓ લેખિતમાં રજૂ કરીછે. દરેક જિલ્લા આવેદન અપાયાછે. અને ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યને આવેદન આપી તેઓના ભલામણ પત્રો પણ લખાવ્યાછે. ગુજરાત એક માત્ર રાજ્ય પત્રકારોની અવગણના કરનારી સરકારછે. ૨૫ વર્ષ પહેલાં જે સુવિધાઓ પત્રકારો માટે નક્કી થઈ હતી અને ચાલુ હતી તે છીનવાઈ રહીછે. મોંઘવારીનો લાભ માત્ર પત્રકારોને નથી મળતો. છતાં ભક્તનું કલંક ગુજરાતના પત્રકારો ઉપરછે. અંતે સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. સમીર બાવાણીની હાજરીને આવકારી સલીમભાઈનાં યોગદાનને યાદ કરી સમીર ને સ્ટેટ આઇ.ટી.સેલની જવાબદારી સોંપવામાં આવી હતી. અને તમામ પત્રકારોને મૌન પાળી સ્વ : સલીમભાઈ બાવાણી ને શ્રધ્ધાંજલી પાઠવી હતી. છેલ્લે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલ" સૌરાષ્ટ્ર પ્રતિબિંબ"નાં દિવાળી અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમગ્ર મીટીંગનું ફોટોગ્રાફી જનક દલાલ દ્વારા કરવામાં આવેલ. છેલ્લે આભાર વિધિ જિલ્લા મહામંત્રી શ્રી હકીમ વાના એ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. વહેલી તકે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોને નિયુક્તિ આપવામાં આવેલ...
આ મીટીંગ નાં યજમાન શ્રી નીલેશભાઈ કુંભાણી નાં સરદાર ફાર્મ ( સરદાર સેવા ફાર્મ) કે જ્યાં રોજે રોજ સેવાયજ્ઞ ચાલે છે,ત્યાં યોજવામાં આવેલ...
જેમાં પ્રદેશ અધ્યક્ષ સાથે, ગીર વાન સિહ સરવૈયા, આર .બી.રાઠોડ, સમીમ બેન પટેલ, રીટા સિંહ,અરુણા બેન પંડ્યા, નીતિન ઘેલાણી, સુરત પ્રમુખ શ્રી સતીશ કુંભાણી, ગાંધીનગર થી ગૌરાંગ પંડ્યા,ભરતસિંહ સહિત અમરેલી થી ભૌદીપ ઠાકર, હરજીભાઈ બારૈયા, નગર સેવક મનીષા બેન કુકડિયા..સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા..
જિલ્લા નાં પ્રિન્ટ મીડિયા સંગઠન નાં પ્રમુખ તરીકે હકીમ વાણા ની સર્વાનુમતે નિમણુક થતાં તેનું ફૂલહાર થી તમામે સન્માન કરી, શુભેચ્છા પાઠવી હતી..
બ્યૂરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN ગુજરાત.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com