જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની બેઠક યોજાઇ...પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા નાં અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટીંગ માં સંગઠન ની સમીક્ષા...

જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની બેઠક યોજાઇ...
પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા નાં અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટીંગ માં સંગઠન ની સમીક્ષા...
જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ ચંદારાણા ની સર્વાનુમતે વરણી..
મુકેશ સખીયા ને પ્રદેશ કારોબારી માં સ્થાન...
જિલ્લા કારોબારી પૂર્ણ જાહેર કરી હોદ્દેદારો નું કર્યું સન્માન..
પ્રદેશ અધ્યક્ષ અને નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ નું બ્રહ્મ સમાજ અને દલિત સમાજ દ્વારા સન્માન...
કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય કરી ચાલુ કરાવતા રાજ્ય મંત્રી શ્રી દેવાભાઇ માલમ...
   આજ રોજ જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાતની મિટીંગ પ્રદેશ પ્રમુખશ્રી લાભુભાઇ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
કાર્યક્રમની શરૂઆત રાજ્યનાં મંત્રીશ્રી દેવાભાઈ માલમ અને પ્રદેશ હોદેદારોનાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ને ખુલ્લો  મૂકવામાં આવ્યો હતો. 
   ખાસ પત્રકાર એકતા સંગઠન નાં પ્રયોજક એવાશ્રી સલીમભાઈ બાવાણી, વરિષ્ઠ પત્રકાર નાં પિતાશ્રી દિલીપભાઈ તેમજ કોરોના કાળ દરમ્યાન સંગઠને ગુમાવેલા તમામ પત્રકારો ને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
    ત્યારબાદ હાજર તમામ પત્રકારોએ પોતાનો પરીચય આપી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો.
   ઉપસ્થિત પ્રદેશ કારોબારીનાં આઇટી સેલના અધ્યક્ષ સમીર સલીમભાઇ બાવાણી દ્વારા ડીજીટલ યુગ અને પત્રકારોનાં જીવનમાં હાલ ઈન્ફોરમેશન ટેકનોલોજી ડગલે ને  પગલે ઉપયોગમાં આવતી હોઈ છે. જેને લોકોનાં હિતાર્થે સદઉપયોગ કરવા સૂચન કર્યું હતું.
     ત્યાર બાદ પ્રદેશ મહામંત્રી શ્રી જલદીપભાઈ ભટ્ટ દ્વારા પત્રકારોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિશે હાજર પત્રકારોને માહિતગાર કર્યા હતા..
    ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખશ્રી ગીરવાનસિંહ સરવૈયા દ્વારા સંગઠનની કારોબારી અંગે હાજર પત્રકારો ને વિસ્તૃત માહિતી આપી અને સંગઠન ની વ્યૂહ રચના વિશે માર્ગદર્શન આપ્યું હતું.
     વિશેષ માં પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા સંગઠન ની માળખાકીય રચના અને નવનિયુક્ત હોદ્દેદારો નું સન્માન અને નિયુક્તિ પત્રો પ્રદેશ અગ્રણીઓ નાં હસ્તે આપવામાં આવ્યું...
    પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નું સમનાં ખાસ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું..તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ અને જૂનાગઢ અને સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું..
    નવ નિયુક્ત હોદ્દેદારો નું સન્માન દલિત સમાજ દ્વારા પણ કરવામાં આવ્યું હતું...
વિનુભાઈ ચંદારાણા દ્વારા જૂનાગઢ જિલ્લામાં મજબૂત સંગઠન નિર્માણ કરવા કટિબદ્ધ હોવા ની ખાતરી આપી હતી..તેમજ તાલુકા સંગઠન ની રચના. વહેલીતકે પૂર્ણ કરવા ખાતરી આપી હતી...

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો