પત્રકાર એકતા સંગઠન ની ભાવનગર જિલ્લા નાં મહુવા તાલુકાની સ્નેહ મિલન મિટિંગ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

પત્રકાર એકતા સંગઠન ભાવનગર જિલ્લા નાં મહુવા તાલુકાની સ્નેહ મિલન મિટિંગ મહુવા સર્કિટ હાઉસ ખાતે યોજાઇ.
પત્રકાર એકતા સંગઠન ની ભાવનગર જિલ્લા નાં મહુવા તાલુકાની સ્નેહ મિલન મિટિંગ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગીરવાનસિંહ સરવૈયા , પ્રદેશ મહામંત્રી શ્રી આર.બી.રાઠોડ, પ્રદેશ આઇ ટી. સેલ અધ્યક્ષ શ્રી સમીર સલીમભાઈ બાવાણી, ભાવનગર જિલ્લા નાં નવનિયુક્ત પ્રમુખ શ્રી મિલનભાઈ કુવાડિયા, ભાવનગર જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી જલદીપભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભવો નું ફૂલહાર પહેરાવી સ્થાનિક આગેવાનો અને કારોબારી હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ શાબ્દિક સ્વાગત દિનેશરાજ રાવલિયા તેમજ મુસ્તાક ભાઈ વસાયા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ને આગળ વધાવતા ભાવનગર જિલ્લા મહામંત્રી શ્રી જલદીપભાઈ  ભટ્ટ દ્વારા પત્રકારો નું શાબ્દિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું , જિલ્લા નાં સંગઠન વિશે વિસ્તૃત માહિતી ભાવનગર જિલ્લા નાં પ્રમુખ શ્રી એવા મિલનભાઇ કુવાડીયા દ્વારા આપવામાં આવી હતી., પ્રદેશ મહામંત્રી શ્રી આર.બી.રાઠોડ દ્વારા પ્રાદેશિક કારોબારી ની માળખાકીય વિગતો વિશે હાજર પત્રકાર મિત્રો ને અવગત કરાવ્યા હતા તેમજ પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ગરવાનસિંહ સરવૈયા દ્વારા સંગઠન ની કાર્ય પદ્ધતિ અને સંગઠન થી પત્રકારો ને થતા લાભ વિશે માહિતગાર કર્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પોતાના ઉદ્દબોધન માં હાલ ની પરિસ્થિતિ એ પત્રકારોની પરિસ્થિતિ કેટલા પ્રમાણ માં કથળી છે અને અગાઉ નાં સમય દરમ્યાન કેવી હતી તેમજ સરકાર દ્વારા મળવા પાત્ર લાભો જે અગાઉ મળતા હતા તે હાલની સ્થિતિ એ બંધ થયા છે અથવા ઘટાડવા માં આવ્યા છે જે બાબતો ની ચર્ચા ગત ૨૫ તા. નાં રોજ મળેલ ભા. જ. પા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે મળેલ બેઠક માં જે વિશે ચર્ચા કરવામાં આવી હતી અને સી.આર. પાટીલ દ્વારા પણ શક્ય તેટલી માંગણીઓ સ્વીકારવા બાહેધરી આપી હતી ત્યારે પત્રકારો ને એક થઈ ને પોતાના હક અને મળવા પાત્ર લાભ મેળવવા માટે તનતોડ મહેનત અને સંગઠન નો વ્યાપ વધારવા આહવાન કર્યું હતું.

વિશેષ માં મહુવા તાલુકા નાં પ્રાંત અધિકારી શ્રી એવા ડૉ. પંકજભાઈ વલવાઈ પણ ખાસ ઉપસ્થિત રહી ને ઉપસ્થિત પત્રકારો ને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પત્રકાર અને તંત્ર જો સાથે મળી ને ચાલે તો લોકો નાં કામ અને જમીની સ્તર પર કામગીરી ખૂબ જ ઝડપી બને છે જેનું ઉદાહરણ મહુવા તાલુકા ના પત્રકારો સાથે સંકલન નાં દાખલા દ્વારા સમજાવ્યું હતું.

પ્રાંત અધિકારી શ્રી ને ટૂંક સમય પહેલા જ પૂર્ણ કરાયેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મળેલ શ્રેષ્ઠ કામગીરી નાં એવોર્ડ બદલ પત્રકાર એકતા સંગઠન વતી પ્રદેશ મહામંત્રી શ્રી  આર. બી. રાઠોડ દ્વારા ફૂલહાર થી  સન્માન કરવામાં આવ્યું હતું.

મહુવા તાલુકામાંથી ઝોન ની ટીમ માં  કોર્ડીનેટર તરીકે હરિભાઈ વાઘ ની પસંદગી કરવામાં આવી હતી.
આભાર વિધિ પરેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સમીર સલીમભાઈ  બાવાણી દ્વારા કરવામાં આવ્યું હતું 

બ્યુરો રીપોર્ટ PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.