પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ને રજૂઆત કરવામાં આવી.
પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ને રજૂઆત કરવામાં આવી.
પત્રકાર એકતા સંગઠનનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા તમામ પત્રકારો વતી પત્રકારોની વેદના અને માંગણીઓનો ચિતાર રજૂ કરાયો.
પત્રકાર એકતા સંગઠન અને ભાજપ અધ્યક્ષ સાથે બેઠક યોજવામાં બી.જે.સોસા ની મહત્વની ભૂમિકા રહી હતી..
આજરોજ ભા. જ.પા. ગુજરાત અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નાં નિવાસ સ્થાને પત્રકારો નાં પડતર પ્રશ્નો ને અનુલક્ષી ને પત્રકાર એકતા સંગઠન નાં નેજા હેઠળ પ્રદેશ સમિતિના હોદ્દેદારો ની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાલની પરિસ્થિતિ ને અનુલક્ષીને પત્રકારોની જીવાદોરી ને ટકાવી રાખવા તેમજ વર્ષોથી પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા પણ સકારાત્મક પ્રતિયુત્તર આપ્યો હતો. અને એક એક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી.. તેમજ સી.એમ.સાથે ચર્ચા કરી કેટલું શક્ય છે,તે બાબતની જાણ કરવા ખાતરી આપી હતી અને શક્ય તેટલી માંગણીઓ સ્વીકારવા વિશ્વાસ આપ્યો હતો. ત્યારે તમામ હાજર હોદ્દેદારો દ્વારા ભા. જ.પા. અધ્યક્ષ નાં પ્રતિસાદને વધાવી લીધો હતો.
આ બેઠક માં ખાસ પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા , પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગીરવાનસિંહ સરવૈયા, ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ આઇ. ટી. સેલ. અધ્યક્ષ સમીર બાવાણી, નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ , પ્રભારી પ્રદીપસિંહજી સરવૈયા, વડોદરા.. સહ પ્રભારી નિલેશભાઈ પાઠક વડોદરા...હસમુખભાઈ પટેલ, રાકેશભાઈ જોષી, અંબારામ ભાઈ રાવલ, હેમુભા વાઘેલા, મુકેશભાઈ સખીયા, ભરતસિંહ, દિનેશભાઈ વાવ, જીતેશભાઇ સોનવણે, મિતેશભાઈ તડવી જોડાયા હતા.
*પત્રકાર એકતા સંગઠન ની માગણી નાં મુદ્દા.*
∆ પત્રકારો ઉપર વારે વારે થતા હુમલા રોકવા માટે પત્રકાર સુરક્ષા કાનૂન તેમજ થયેલ નુકશાનની ભરપાઈ માટે પત્રકાર સુરક્ષા કાનૂન જરૂરી છે.
∆ 25 વર્ષ પહેલા નાના સાપ્તાહિક અખબારોને વર્ષે 15 થી 16 જાહેરાતો મળતી હતી જે આજે ઓછી મળે છે.
∆ જાહેરાત વધારવામાં આવે તેમજ જાહેરાત ના ભાવ વધારવામાં આવે.
∆ માહિતી વિભાગ દ્વારા સરકારી ખર્ચે દર વર્ષે ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવતો હતો જે હાલ બંધ કરવામાં આવેલ છે.
∆ અગાઉ પત્રકાર કોલોની કે અખબાર સોસાયટી માટે પ્લોટ કે જમીન અને લોન સહાય આપવામાં આવતી હતી.
∆ પેન્શન રૂપે સહાય માટે ની પત્રકારોની વર્ષો જૂની માગણી છે જેના ઉકેલ ની જરૂર છે કારણ કે ખૂબ ઓછી સંખ્યા છે અને બુઢાપા નો સહારો કોઈ રહેતું નથી.
∆ પત્રકારત્વ સેવા નો ભાગ છે માટે તેની અને તેના પરિવારની આરોગ્યની ચિંતા સરકારે કરવી જોઈએ.
∆ આવકના દાખલા વિના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં કાર્ડ કાઢી આપવા જોઈએ.∆ પત્રકારોને કોઈ ચોક્કસ થાને બેસવા કે કામ કરવા કોઈ કચેરી કે બહુમાળી બિલ્ડિંગમાં પ્રેસ રૂમની વ્યવસ્થા નથી દરેક તાલુકા તેમજ જિલ્લામાં આવી વ્યવસ્થા કરવામાં આવે.
∆ પત્રકારને મૃત્યુ સમયે તેના પરિવારને ૧૦ લાખની સહાય વીમાકવચ સ્વરૂપે આપવામાં આવે.∆ રાજ્યમાં મુસાફરી માટે કોઈપણ બસના ભેદભાવ વિના મુસાફરી તેમજ અનામત સીટ ની વ્યવસ્થા કરવામાં આવે.
∆ એક્રેડીટેશન તેમજ જાહેરાત ની અરજી સમયે દર વખતે પોલીસી બદલવામાં આવે છે, લાંબા સમયગાળા માટે એક જ પોલીસ નક્કી કરવામાં આવે તેમજ એક્રેડીટેશન કાર્ડની ત્રણ વર્ષની મર્યાદા માટે માન્યતા આપવી જોઈએ.
∆ પ્રેસ મિટિંગ બોલાવવા માટે સરકારી કોઈ પણ હોલમાં કે સર્કિટ હાઉસ મિટિંગ રૂમ વિનામૂલ્યે ભાડે આપવામાં આવે.
∆ પત્રકાર કે તેના સહાયક માટે એકની સાથે એક એક્રેડીટેશન કાર્ડ એક ટાઇટલ પર બે ઇશ્યુ કરવામાં આવે.
∆ પત્રકારો પર અસામાજિક તત્વો દ્વારા થતી ખોટી ફરિયાદો વેરિફિકેશન કરીને જ નોંધવામાં આવે અથવા તો પોલીસ દ્વારા અસામાજિક તત્વોની તરફદારી ન કરવામાં આવે.
બ્યૂરો રીપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com