અગિયાર મુખી હનુમાનજી મંદિર ભુરીયા ના મહંત સંત ઘેવરદાસ બાપુ નો સવા વર્ષ સુધી દર શનિવારે જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવા નો અનુષ્ઠાન સંકલ્પ પૂર્ણ.
અગિયાર મુખી હનુમાનજી મંદિર ભુરીયા ના મહંત સંત ઘેવરદાસ બાપુ નો સવા વર્ષ સુધી દર શનિવારે જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવા નો અનુષ્ઠાન સંકલ્પ પૂર્ણ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તારનું એક માત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાન આવેલ છે ત્યાંના મહંત શ્રી સંત ઘેવરદાસ બાપુ દ્વારા તેમના ગુરુદેવ જગદ્દગુરુ વાસુદેવાચાર્યજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન થી જગત કલ્યાણ માટે દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સમીપ દર શનિવારે સવા વર્ષ સુધી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના જેના અન્વયે આજે સતત ૬૫માં અને સવા વર્ષ ના છેલ્લા શનિવારે માનસ કથા કાર નરસેંગદાસ રામાનંદી વળાદર વાળા ના સુમધુર સ્વરમાં સુથાર શાંતિલાલ ધનાજી મુ ચાંગડા c/o બજરંગ ટ્રેડર્સ રાહ ના સૌજન્યથી યોજાયો આ પ્રસંગે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તદુપરાંત સંત ઘેવરદાસ બાપુનો સવા વર્ષનો સુંદરકાંડ પાઠ કરવાનું સંકલ્પ પૂર્ણ થતા શાસ્ત્રી વિક્રમભાઈ દવે ભુરીયા વાળા ના યજ્ઞના આચાર્યપદે શાંતિ પોષ્ટિક યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે હીરારામ ભગત કમાલી હનુમાન, અશ્વિનદાસ બાપુ પીંપલી આશ્રમ તથા ગણમાન્ય લોકો ભક્તજનોએ હાજરી આપેલ સંત ઘેવરદાસ બાપુએ સવા વર્ષના આ સંકલ્પ અનુષ્ઠાન નિમિત્તે અનેક ઉતાર-ચડાવ જોયા બાપુ દ્વારા આ સમયગાળામાં સાથ સહકાર આપનાર સંતો મહંતો કથાકારો ભક્તજનો દાતાઓ રાજકીય સામાજીક અગ્રણીઓ પત્રકાર મિત્રો નામી અનામી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર નો આભાર માન્યો હતો બાપુ દ્વારા ભક્તજનોની માંગને ધ્યાનમાં લઇ હવે પછીના શનિવારોમાં પણ જ્યાં સુધી સૌજન્ય દાતાઓ ચાલુ રહેશે ત્યાં સુધી શનિવારના દિવસે સુંદરકાંડના પાઠ ચાલુ રહેશે પરંતુ તેમના સંકલ્પનો અનુષ્ઠાન પૂર્ણ થયેલું જાહેર કર્યો હતો જેનો સંપૂર્ણ શ્રેય ધર્મ પ્રેમી જનતાને આપ્યો હતો જગત ના તમામ જીવોનુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી આગામી શનિવારે તારીખ 29 1 20 ૨૨ રાજપુત માનસંગજી સુજાજી મુકામ અસારાવાસ તાલુકો વાવ ના સૌજન્યથી માનસ કથાકાર વિક્રમભાઈ દવે ના વ્યાસાસને યોજાશે દર શનિવારે રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે 11મુખી દાદાના અઢળક પર્ચાઓને કારણે દૂર દૂર થી ભકત સમુદાય ઉમટી રહ્યો છે તથા આ વિસ્તારમાં ભૂરિયા એટલે 11મુખી દાદાના તીર્થધામ તરીકેની આગવી ઓળખ મેળવી રહ્યુ છે અહીંયાં અન્નક્ષેત્ર પણ ચાલુ છે બ્યૂરો રીપોર્ટ PHN NEWS બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com