તા.૧૬/૦૧/૨૦૨૨.ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે બનેલ ચકચારી સ્વીફ્ટ કારની હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.
*ડીસા રૂરલ પોલીસ સ્ટેશન*
*(બનાસકાંઠા – પાલનપુર)*
તા.૧૬/૦૧/૨૦૨૨.ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે બનેલ ચકચારી સ્વીફ્ટ કારની હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.
બનાવની હકિકત એવી છે કે, ગઇ કાલ તા.૧૪/૦૧/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી હરેશભાઇ ઉર્ફે હરેશશંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી જાતે માળી ઉ.વ. ૩૪ ધંધો – વેપાર રહે. ડીસા બેંક ઓફ બરોડા લીલાશા નગર બેકરી કુવા વહોળા વિસ્તાર તા. ડીસા વાળા જે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર નંબર : GJ-01-RL-1669 વાળીમાં સ્પેશીયલ વર્ધીનો વ્યવસાય કરતા હોય અને તે સ્વીફ્ટ કાર ચલાવવા સારૂ ડ્રાઇવર રાખેલ હોય તેઓએ પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ કે, પોતાની સ્વીફ્ટ કારના ડ્રાઇવર તા.૧૧/૦૧/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર લઇ ડીસા ખાતેથી માલગઢ પોતાના ઘરે જઇ રહેલ હતો તે દરમ્યાન આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી મંદિર પાસે આવતા અજાણ્યા ઇસમોએ મોટર સાઇકલ થી આડશ કરી સ્વીફ્ટ કાર રોકાવી ડ્રાઇવરને સ્વીફ્ટ કારમાંથી નીચે ઉતારી તેના હાથમાં ચાવી ઝૂંટવી લઇ *સ્વીફટ કાર નંબર : GJ-01-RL-1669, કિં.રૂા. ૩,૦૦,૦૦૦/-* ની લૂંટ કરી નાસી ગયેલ હોય જે સબબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વણશોધાયેલ ચકચારી લૂંટનો વણશોધાયેલ ગુન્હો દાખલ થયેલ હોય જે વણશોધાયેલ લૂંટનો ગુન્હો વિના વિલંબે શોધી કાઢી લૂંટમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને પકડી પાડવા સારૂ *બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ સુચના કરેલ હોય જે અન્વયે *ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા સાહેબ* નાઓના માર્ગદર્શન તળે સદરહું ચકચારી ગુન્હાની તપાસ *ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એમ. જે. ચૌધરી* નાઓએ સંભાળી લઇ આ કામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ત્વરીત કાર્યવાહી કરી સત્વરે ટેકનીકલ સર્વેલન્સ તથા માનવ સંશાધનોનો ઉપયોગ કરી અવિરત તપાસ ચલાવી સદરહું ગુન્હા કામે લૂંટ કરનાર તથા લૂંટનો મુદ્દામાલ રાખનાર કુલ – ૦૩ (ત્રણ) આરોપીઓને લૂંટમાં ગયેલ સ્વીફ્ટ કાર (મુદ્દામાલ) સાથે પકડી પાડી વણશોધાયેલ લૂંટ જેવો ગંભીર પ્રકારનો બીજો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ* :-
(૧) ગોવિંદસિંહ બતુસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.ઝેરડા કેદારનગર તા.ડીસા.
(૨) કમલેશ ઉર્ફે કમલ સ/ઓ બાબુલાલ મલારામ જાતે.બિશ્નોઇ ઉ.વ.૨૪ ધંધો.પ્રા. નોકરી રહે.ધોલીનાડી, પોસ્ટ- ડબોઇ, પોલીસ સ્ટેશન - ધોરીમન્ના તા. ગુડામાલાણી જી. બાડમેર (રાજસ્થાન).
(૩) મુકેશકુમાર સ/ઓ રાજુરામ પન્નારામ જાતે બિશ્નોઇ ઉ.વ.૨૦ ધંધો.અભ્યાસ રહે.ધોલીનાડી, પોસ્ટ- ડબોઇ, પોલીસ સ્ટેશન - ધોરીમન્ના તા. ગુડામાલાણી જી. બાડમેર (રાજસ્થાન).
કબ્જે કરેલ મુદ્દામાલ* :- *(કુલ મુદ્દામાલ :- ૩,૦૦,૦૦૦/-)*
(૧) સ્વીફટ કાર નંબર : GJ-01-RL-1669, કિં.રૂા. ૩,૦૦,૦૦૦/-
ઉપરોક્ત કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી તથા પો.સબ ઇન્સ.શ્રી એસ.એસ.રાણે તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ, વિષ્ણુભાઇ રાયમલભાઇ, વિજયસિંહ સોમસિંહ, રમેશભાઇ કલાભાઇ, તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર કાશીરામભાઇ, મધુસુદનસિંહ અનોપસિંહ, કલ્પેશભાઇ કચરાભાઇ, પોપટભાઇ અરજણભાઇ તથા ડ્રા.પો.કોન્સ. દિનેશભાઇ મહેન્દ્રભાઇ વિગેરેનાઓ તથા રાઇટર સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ વાલાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર ઇશ્વરભાઇ તથા એલ.સી.બી. બનાસકાંઠા-પાલનપુરના ટેકનિકલ સ્ટાફના મહેશભાઇ ધૂડાભાઇ વિગેરે તમામે સાથે મળી ત્વરીત કાર્યવાહી અવિરતપણે કરી દિલધડક ઓપરેશન કરી વણશોધાયેલ ચકચારી સતત બીજી લૂંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.બ્યૂરો રીપોર્ટ PHN બનાસકાંઠા
B
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com