ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..**ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..*
*બ્રેકીંગ..*
*ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..*
*ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..*
*ડીસા રૂરલ પોલીસ સ્ટેશન*
*(બનાસકાંઠા – પાલનપુર)*
*પ્રેસનોટ*
*તા.૦૮/૦૧/૨૦૨૨*
💫 *ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ધાનેરા-ડીસા હાઇવે પર બનેલ ચકચારી રૂા. ૭,૫૩,૧૫૦/- નો હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.*
💫 બનાવની હકિકત એવી છે કે, ગઇ કાલ તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી રસીકભાઇ કાન્તીલાલ ચોખાવાલા (મોદી), ઉ.વ.૫૨, ધંધો-છુટક વેપાર, રહે.ડીસા ઓમ પાર્ક, હવાઇ પીલ્લરની સામે, બેંક ઓફ બરોડાની બાજુમા, તા.ડીસા વાળા રાજસ્થાન રાજ્યના અલગ અલગ ગામડાઓમાં છુટક મરચાનો છુટક વેપાર કરતા હોઇ જે મરચાના વેચાણ પેટેના નિકમળતા નાણાની ઉઘરાણી કરી ભાડાની ઇકો ગાડીમાં ડ્રાઇવર સાથે પરત આવતા હોય દરમ્યાન ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ડીસા-ધાનેરા હાઇવે રોડ ઉપર વિસામો હોટલ નજીક આવતા ફરીયાદીની ઇકો ગાડીમાં અજાણ્યા પેસેન્જરના સ્વાંગમાં ધાનેરા ખાતેથી બેસેલ બે ઇસમોએ ફરીયાદીને ગળાના ભાગે છરો બતાવી ઇજા કરી ઇકો ગાડીમાં ફરીયાદી પાસે રાખેલ હવાલાના રોકડા રૂપિયા ૭,૦૦,૦૦૦/- તથા ઉઘરાણીના રૂપીયા ૫૦,૬૫૦/- તથા ફરીયાદીના ખીસ્સામાંના રૂપીયા ૧૫૦૦/- મળી કુલ રૂપીયા ૭,૫૨,૧૫૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂા. ૧૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૫૩,૧૫૦/- ની લુંટ કરી ભાગી ગયેલ હોઇ જે સબબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વણશોધાયેલ ચકચારી લૂંટનો ગુન્હો દાખલ થયેલ હોય જે વણશોધાયેલ લૂંટનો ગુન્હો વિના વિલંબે શોધી કાઢી લૂંટમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને પકડી પાડવા સારૂ *બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ સુચના કરેલ હોય જે અન્વયે *ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા સાહેબ* નાઓના માર્ગદર્શન તળે સદરહું ચકચારી ગુન્હાની તપાસ *ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એમ. જે. ચૌધરી* નાઓએ સંભાળી લઇ આ કામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ત્વરીત કાર્યવાહી કરી સત્વરે ટેકનીકલ સર્વેલન્સ તથા માનવ સંશાધનોનો ઉપયોગ કરી અવિરત તપાસ ચલાવી સદરહું ગુન્હા કામે લૂંટ કરનાર તથા લૂંટમાં મદદગારી કરનાર કુલ – ૦૫ (પાંચ) આરોપીઓને લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા તથા મુદ્દામાલ સાથે પકડી પાડી વણશોધાયેલ લૂંટ જેવો ગંભીર પ્રકારનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
💫 *પકડાયેલ આરોપીઓ* :-
(૧) શામતુજી ઉર્ફે પિન્ટુ ચેહુજી દાદુજી દરબાર (સોલંકી), રહે. લુણપુર, તા.ડીસા.
(૨) દિપાજી ભારમલજી સોલંકી, રહે. લુણપુર, તા.ડીસા.
(૩) વિરચંદભાઇ ઉર્ફે વિક્રમભાઇ મંછાભાઇ પરમાર, રહે. લુણપુર, તા.ડીસા.
(૪) સિધ્ધરાજજી ભારમલજી સોલંકી, રહે. લુણપુર, તા.ડીસા.
(૫) રમેશભાઇ હરજીભાઇ રાવળ, રહે.લુણપુર, તા.ડીસા.
💫 *કબ્જે કરેલ મુદ્દામાલ* :- (કુલ મુદ્દામાલ :- ૧૧,૬૦,૧૦૦/-)*
(૧) લૂંટમાં ગયેલ રકમ પૈકીના રોકડા રૂા. ૬,૯૩,૦૦૦/-
(ર) લૂંટમાં ગયેલ મોબાઇલ ફોન નંગ- ૧, કિં.રૂા. ૫૦૦/-
(૩) ઇકો ગાડી નંબર - GJ-38-BB-7040, કિં.રૂા. ૩,૦૦,૦૦૦/-
(૪) રીક્ષા નંબર – GJ-08-AV-1207, કિં.રૂા. ૧,૫૦,૦૦૦/-
(૫) અન્ય મોબાઇલ ફોન નંગ- ૦૫, કિં.રૂા. ૧૬૫૦૦/-
(૬) લૂંટમાં ઉપયોગમાં લિધેલ હથિયાર છરો નંગ – ૦૧, કિ.રૂા. ૧૦૦/-
💫 *ઉપરોક્ત કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી તથા પો.સબ ઇન્સ.શ્રી એસ.એસ.રાણે તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ, વિષ્ણુભાઇ રાયમલભાઇ, વિજયસિંહ સોમસિંહ, રમેશભાઇ કલાભાઇ, વિહાભાઇ માલાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર કાશીરામભાઇ, ઇદ્રીશખાન દોલતખાન, મધુસુદનસિંહ અનોપસિંહ, ભુરાભાઇ જીવાભાઇ, રમેશભાઇ વીરાભાઇ, રમેશભાઇ અજમલભાઇ, મુકેશભાઇ રામજીભાઇ, યોગેશભાઇ ઇશ્વરભાઇ, વિક્રમજી સરદારજી, શિવરામભાઇ રૂપશીભાઇ, સુરેશજી બળવંતજી વિગેરેનાઓ તથા રાઇટર સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ વાલાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર ઇશ્વરભાઇ તથા એલ.સી.બી. બનાસકાંઠા-પાલનપુરના ટેકનિકલ સ્ટાફના મહેશભાઇ ધૂડાભાઇ તથા દાંતીવાડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. તથા તેઓની ટીમના સભ્યો તમામે સાથે મળી ત્વરીત કાર્યવાહી અવિરત દિલધડક ઓપરેશન કરી વણશોધાયેલ ચકચારી લૂંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.*
બ્યૂરો રિપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com