શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળના હોદ્દેદારોની વરણી કરાઈશ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળ કે જેના વિસ્તારમાં વાવ થરાદ સુઇગામ ભાભર દિયોદર લાખણી રાધનપુર સાંતલપુર અને ડીસામાં પણ કેટલાક ઘરો આવેલા છે
શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળના હોદ્દેદારોની વરણી કરાઈ
શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળ કે જેના વિસ્તારમાં વાવ થરાદ સુઇગામ ભાભર દિયોદર લાખણી રાધનપુર સાંતલપુર અને ડીસામાં પણ કેટલાક ઘરો આવેલા છે સમાજની મુખ્ય જગ્યા ઢીમા ખાતે આવેલ છે પરંતુ સમય અને સંજોગો અનુસાર નવીન જગ્યાઓ પણ લેવી પડતી હોય છે ત્યારે પ્રથમ જગ્યા થરાદ ખાતે મીઠા હાઇવે રોડ ઉપર લેવામાં આવી જે ભારતમાળાના પ્રોજેક્ટમાં કપાઈ ગઈ અને ત્યાં ૧૫૦૦ ચોરસ ફૂટ જગ્યા વધી છે જે જગ્યા કપાઈ એના બદલામાં સરકારે સમાજને રૂપિયા જમા કરાવી દીધા જેના આધારે પોલીસ સ્ટેશનની પાછળ સમાજનું નવું તૈયાર ભવન રાખવામાં આવ્યું જેમાં રાજસ્થાની(મારવાડી)શ્રીમાલી બ્રાહ્મણ સમાજની વાર્ષિક સાધારણ સભા અને નવીન હોદ્દેદારોની વરણી અંગેની બેઠક સમાજના ભવનમાં યોજવામાં આવી જેમાં સૌપ્રથમ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા જે ભવન રાખ્યું છે એ અંગેની ચર્ચાઓ કરવામાં આવી તેમજ ત્યાર બાદ નવીન હોદ્દેદારોની વરણી અંગેની ચર્ચાઓ શરૂ કરવામાં આવી જેમાં પ્રકાશભાઈ શાંતિલાલ દવે(વડગામડા)એ પોતાની દાવેદારી નોંધાવી હતી ત્યારબાદ અન્ય કોઈ દાવેદારી ન આવતાં સર્વાનુમતે તેમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ મંત્રી તરીકેની વરણી કરવા માટેની જાહેરાત કરવામાં આવી જેમાં સમાજે સર્વાનુમતે ભરતભાઇ કાળુરામજી દવે(નાનામેસરા)ના નામની જાહેરાત કરવામાં આવી અને તેમણે સમાજની લાગણીને માન આપીને મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ દવે(ડેડાવા) અને સહમંત્રી વાસુભાઈ દવે(ચાત્રા, ભાભર) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ ત્યારબાદ કારોબારી સભ્યોની વરણી અને સલાહકાર સભ્યોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી સમાજબંધુઓએ નવિન હોદ્દેદારો અને કમિટીને અભિનંદન પાઠવ્યા હતા અને સમાજ નવિન કમિટીને સંપૂર્ણપણે સાથ સહકાર આપીને સૌ સાથે મળીને સમાજમાં વિકાસના કામો અને હકારાત્મક કાર્યો કરવામાં આવશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ બેઠકમાં સર્વે સમાજબંધુઓ હાજર રહીને આ બેઠકને સફળ બનાવી હતી છેલ્લા ૬ વર્ષ સુધી પ્રમુખ તરીકે શ્રવણભાઈ દવે (જસરા)મંત્રી તરીકે દિનેશભાઇ દવે(ખારાખોડા)ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ દવે(વળાદર) અને સહમંત્રી તરીકે લાભેશભાઈ દવે(ચેમ્બુવા) તથા તેમની કારોબારીએ સૌએ સાથે મળીને ખૂબ સારું કામ સમાજ માટે કર્યું જેમના નેતૃત્વમાં સમાજના નવિન ભવનની ખરીદી કરાઈ છે જેનો સૌ સમાજ બંધુઓએ એમનો હદયપૂર્વક આભાર માન્યો હતો અને આવનાર સમયમાં નવી ટીમને પણ તમારા અનુભવનો લાભ આપશો એવી વિન્નતી કરાઇ હતી સમાજની યુવા ટિમ દ્વારા પણ સમાજમાં ખૂબ હકારાત્મક કામો કરવામાં આવે છે તેજસ્વી તારલા સન્માન સમારોહ એ સમાજને યુવા ટીમની ભેટ છે વળી કોરોના કાળમાં ઓક્સિજનના બોટલ લાવીને સમાજ સેવા કરી હતી જેમાં તમામ સમાજ બંધુઓએ દિલથી એમને સહકાર આપ્યો હતો આ બેઠકમાં મહેશભાઈ દવે(દાંતીયા)કૈલાશભાઈ દવે(લીંબાઉ)દિલીપભાઈ વ્યાસ(ગડસીસર)દિનેશભાઇ દવે(બેવટા)અશોકભાઇ દવે(એમ,એસ વિદ્યામંદિર)ચંપકલાલ શર્મા(ભોરડું) સતિષભાઈ દવે(માડકા)રાજેશભાઇ દવે(નોટરી,એડવોકેટ)જુગલકિશોરજી દવે(બાબરા) નરસી એચ દવે (લુવાણા કળશ)સહિત મોટી સંખ્યામાં સમાજના વડીલો અને યુવાનો હાજર રહીને નવિન હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો ચીફ PHN NEWS banaskantha
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com