નલ સે જલ યોજના અંતર્ગત પાણી પુરવઠા સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠા ની મુલાકાત લીધી.

નલ સે જલ યોજના અંતર્ગત  પાણી પુરવઠા સચિવ
શ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠાની મુલાકાત લીધી
(માહિતી બ્યુરો પાલનપુર)
જલ જીવન મિશન હેઠળ અમલી બનવવામાં આવેલી નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાત રાજયના તમામ ગામોને ૧૦૦ ટકા નળ કનેકશન થી આવરી લેવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સધન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાણી પુરવઠા વિભાગના સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લાના પાણી પુરવઠા વિભાગ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની સમીક્ષા બેઠકમાં નળ સે જલ યોજના અંતર્ગત જિલ્લાને ૧૦૦ ટકા નળ કનેકશનથી આવરી લેવા માટે ગામોની આંતરીક સુચારૂ પાણી વિતરણ વ્યવસ્થા હાથ ધરવામાં આવેલા કામોની જુદા જુદા ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. 
             સચિવશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પ્રગતિ હેઠળના તમામ કામો ઝડપથી પૂર્ણ કરી નળ કનેકશનથી વંચિત રહેલા ઘરોમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં મોનીટરીંગ સેલ અને વાસ્મો વડી કચેરીના મુખ્ય ઇજનેરશ્રી, પા.પુ.બોર્ડની ઝોન-૨ કચેરીના મુખ્ય ઇજનેરશ્રી, અધિક્ષક ઇજનેરશ્રી સિવિલ, યાંત્રિક, કાર્યપાલક ઇજનેરશ્રીઓ અને યુનિટ મેનજરશ્રી તથા વાસ્મો અને પા.પુ.બોર્ડના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો