અંબાજી આવતા માઇભક્તો માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સજાગ અને સજ્જ : દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે
નાણાંની અવેજમાં કોઇપણ વસ્તુ કે કોઈપણ પ્રકારની સેવા લીધી હોય તે સેવામાં ખામી કે વસ્તુમાં છેતરપીંડી થાય તો તે અંગેની ન્યાય પ્રક્રિયા માટે ગુજરાત સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ એ સલાહ અને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કરે છે. અંબાજી ખાતે વર્ષે એક કરોડ ઉપર લોકો આસ્થાને લઈ મા અંબાના દર્શનાર્થે આવે છે. મા અંબેના માઈભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેવા આશયથી બનાસકાંઠા જિલ્લા કેલેકટરશ્રી આનંદ પટેલના આદેશથી દાંતા ખાતેના ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રને તા.૨૬ જૂન ૨૦૨૧ના રોજ અંબાજી ખાતે પેટા કચેરી તરીકે શરૂ કરવામાં આવી છે.
ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજીના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરે જણાવ્યું હતુ કે, માં અંબેના દર્શને આવતા માઈભક્તો અહીંથી કોઈપણ પ્રકારની વસ્તુ કે સેવાની ખરીદી કરતા છેતરાય છે તેવા ગ્રાહકો અમારા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રનો સંપર્ક સાધે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ કેન્દ્રમાં દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે, તે દરેક ફરીયાદીને જરૂરી સલાહ અને સૂચનો આપી તે ફરીયાદ સત્વરે નિરાકરણ કરવામાં આવે છે. વધુમાં જરૂર પડે તો પોલીસ ફરિયાદ માટે પણ ગ્રાહકને માર્ગદર્શન અપાય છે. ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી કેન્દ્ર ગ્રાહકો માટે ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com