ઐદ્રાણા ની પરણીતા ને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માંગણી કરતાં પતિ સામે નોધાવી ફરિયાદ..12/01/2021

*ઐદ્રાણા ની પરણીતા ને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માંગણી કરતાં પતિ સામે નોધાવી ફરિયાદ.
12/01/2021

વડગામ તાલુકાના ઐદ્રાણા ગામે 21 વર્ષ થી લગ્ન થયેલી પરણીતા ઉપર પતિ દ્વારા વરંવાર વહેમ રાખી મારઝુડ કરવામાં આવતી હોવા છંતા પણ પરણિતા મુગા મોઢે સહન કરતી રહી અમુક વખત પરણિતા ના પીયરપક્ષ દ્વારા પોતાની દિકરી નો ઘરસંસાર ન ટુટે તે માટે પોતાની દિકરી ને સમજાવી પોતાના સાસરે મોકલવામાં આવતી હતી તેમ છંતા પતિ દ્વારા પોતાની હરકતો થી બાજ ન આવતા તેમજ શારીરિક માનસિક વધુ પડતો ત્રાસ આપતા અને 50 હજાર જેટલી દહેજ ની માંગ કરતા આ પરણિતાએ ન છુટકે કંટાળી પોતે પોતાની ડીસા ખાતે રહેતી બહેન ને ત્યાં જઇ તેમને સમગ્ર હકીકત જણાવી તેમના બનેવી ને સાથે છાપી પોલીસ મથકે જઈ વડગામ ના રહેવાસી રમણપુરી ગૌસ્વામી ની દિકરી દેવીકાબેન ગૌસ્વામી એ ઐદ્વાણા ગામના તેમના પતિ અશ્ર્વિનપુરી સોમપુરી ગૌસ્વામી સામે ફરિયાદ નોધાવી હતી.છાપી પોલીસ દ્વારા ફરિયાદ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

*અહેવાલ :-રફીક મનસુરી,છાપી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.