નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા લાગુ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ કેસને હલ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે. 12/01/2021
*ખેડૂત આંદોલન પર SCએ બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ કોણ છે સામેલ
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા લાગુ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ કેસને હલ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે. આ કમિટી મધ્યસ્થતા નહી પણ સમાધાન કરવાનો પ્રયાસ કરશે. SC
સુપ્રીમ કોર્ટે તરફથી બનાવવામાં આવેલી કમિટીમાં ભારતીય કિસાન યૂનિયનના ભૂપેન્દ્રસિંહ માન, સેઠારી સંસ્થાના અનિલ ધનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાના પ્રમોદ કે. જોશી સામેલ છે.
સુપ્રીમ કોર્ટની મહત્વની વાતો?
– ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એસએ બોબડેએ કહ્યુ કે અમે વચગાળાના આદેશ આપીશું. કોઇ પણ ખેડૂતની જમીન નહી વેચાય. અમે સમસ્યાનું સમાધાન ઇચ્છીએ છીએ. અમારી પાસે અધિકાર છે જેમાં એક છે કે અમે કાયદાને રદ કરી દઇએ.
– સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, અમને કમિટી બનાવવાનો અધિકાર છે, જે લોકો સમાધાન ઇચ્છે છે તે કમિટી પાસે જઇ શકે છે. અમે પોતાની માટે કમિટી બનાવી રહ્યા છીએ. કમિટી અમને રિપોર્ટ આપશે. કમિટી સમક્ષ કોઇ પણ જઇ શકે છે. અમે જમીની હકીકત જાણવા માંગીએ છીએ માટે કમિટીની રચના કરીએ છીએ.
– CJIએ કહ્યુ કે કાલે ખેડૂતોના વકીલ દવેએ કહ્યુ કે ખેડૂત 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી નહી કાઢે. જો ખેડૂત સરકાર સમક્ષ જઇ શકે છે તો કમિટી સામે કેમ નહી? જો તે સમસ્યાનું સમાધાન ઇચ્છે છે તો અમે આ સાંભળવા નથી માંગતા કે ખેડૂત કમિટી સામે હાજર નહી થાય. અમે ઇચ્છીએ છીએ કે કોઇ જાણકાર વ્યક્તિ (કમિટી) ખેડૂતોને મળે અને પોઇન્ટના હિસાબથી ચર્ચા કરે તેમાં તકલીફ ક્યા છે.
આ પણ વાંચો: કૃષિ કાયદા લાગુ થવા પર સુપ્રીમ કોર્ટની રોક, કમિટી બનાવાશે
– સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કોઇ પણ તાકાત અમને કૃષિ કાયદાના ગુણ અને દોષના મૂલ્યાંકન માટે એક કમિટીની રચના કરતા નથી રોકી શકતી. આ ન્યાયિક પ્રક્રિયાનો ભાગ હશે. કમિટી આ જણાવશે કે કઇ જોગવાઇઓને હટાવવી જોઇએ. CJIએ કહ્યુ કે અમે કાયદાને શરતોને આધિન રદ કરવા માંગીએ છીએ.
– અમે વડાપ્રધાનને કઇ નથી કહી શકતા. વડાપ્રધાન આ કેસમાં પક્ષકાર નથી, તેમના માટે અમે કઇ નહી કહીએ. આ રાજકારણ નથી. રાજકારણ અને ન્યાયપાલિકામાં અંતર છે અને તમારે સહયોગ કરવો પડશે. SC
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com