ડીસા મોદી સમાજ દ્વારા બહુચર* *માતાના મંદિરમાં* *રસ-રોટલી પ્રસાદનું આયોજન* *કરવામાં આવશે*

*ડીસા મોદી સમાજ દ્વારા બહુચર* *માતાના મંદિરમાં* *રસ-રોટલી પ્રસાદનું આયોજન* *કરવામાં આવશે*
         ડીસા શહેરના મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ તેમજ મોદી સમાજ રસ-રોટલી સમિતિ દ્વારા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં માં બહુચર ની રસ-રોટલી ભોજન પ્રસાદ સુન્દર આયોજન કરવામાં આવેલ તેમજ અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે
          માગસર સુદ બીજના દિવસે મા બહુચરના ભક્તો એવા વલ્લભ ભટ્ટ ની લાજ રાખવા માટે માતાજીએ ભર શિયાળે કેરી નો રસ અને રોટલી નું જમણ કરાવ્યું હતું.
આ વર્ષે પણ મોદી સમાજ દ્વારા  તા ૪/૧૨/૨૧ ને શનિવાર રે સોભાયાત્રા નિકળશે અને માગશર સુદ બીજ ને રવિવાર તા ૫/૧૨/૨૧ ના રોજ મોદી સમાજની વાડીમાં બહુચર માંના મંદિરમાં રસ-રોટલી ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ અને સાથે સાથે ભવ્ય અન્નકૂટ દર્શન નુ આયોજન કરવામાં આવશે 
         કારતક વદ ૧૪ ને શુક્રવારે તા ૩/૧૨/૨૦૨૧ ના રોજ આનંદ ગરબાની રમઝટ બોલાવશે 
શ્રી કૃષ્ણ આનંદ ગરબા મંડળ અને માગશર સુદ એકમ ને તા ૪/૧૨/૨૦૨૧ ના બપોરે ૨:૩૦ કલાકે  ચંદ્રલોક રોડ અંબિકાનગર થી માતાજી ની અસવારી નીકળશે અને ડીસા શહેર ની પરિક્રમા કરીને મોદી સમાજની વાડીમાં પહોંચશે ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે અને રાત્રે ડીસા ના વિવિધ આનંદ ગરબા મંડળ આનંદ ગરબા ની રમઝટ મચાવશે માગશર સુદ બીજને તા ૫/૧૨/૨૦૨૧ ને રવિવારે સમાજની વાડીમાં રસ-રોટલી ભોજન પ્રસાદ નુ સુંદર આયોજન કરવામાં આવશે અને મોદી સમાજના ભાઈઓ અને બહેનો પ્રસાદ ગ્રહણ કરશે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડીસ્ટન નુ પાલન કરવું અને સેનીટાઇઝર નો ઉપયોગ કરવો એવું મોદી સમાજ ના આગેવાનો દ્વારા અનુરોધ કરવામાં આવેલ આ આયોજન શ્રી ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ તેમજ મોદી સમાજ રસ-રોટલી સમિતિ દ્વારા કરવામાં આવે છે
            
 બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.