યાત્રાધામ અંબાજી નજીક આજે 9 વાગે આસપાસ કારનો અકસ્માત થતાં બે મહિલાના કમકમાટીભર્યા મોત થયા હતા

અંબાજી શાકભાજી વેચવા આવતી બે મહિલાના અક્સ્માત મા મોત

યાત્રાધામ અંબાજી નજીક આજે 9 વાગે આસપાસ કારનો અકસ્માત થતાં બે મહિલાના કમકમાટીભર્યા મોત થયા હતા અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અંબાજી પોલીસ સુત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી eeco કારના ચાલકે કાબુ ગુમાવતા આ કાર નીચે ખાડામાં ઉતરી ગઈ હતી જેમાં બેસેલી બે મહિલાના મોત થયા હતા.
    અંબાજી ખાતે આસપાસના ગામડાંઓમાંથી મહિલાઓ શાકભાજી વેચવા માટે સવારે આવે છે અને સાંજે પોતાનાં ઘરે જતા હોય છે. આજે સાંજે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી ગાડીમાં રાણપુર ગામની આદિવાસી મહિલાઓના કમકમાટીભર્યા મોત થયા હતા . ઘટનાની જાણકારી મળતાં અંબાજી પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી હતી. આદિવાસી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું

રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.