પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.

પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું

 પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ટૂંકા ગાળામાં બોલવું પડે કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી પણ હજુ ક્યાં લોકો ઓળખે છે લોકો કમળને ઓળખે છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં હોદ્દા લીમીટેડ હોય છે એટલે મુખ્યમંત્રી અને તમારી વચ્ચે કોઇ જ ભેદ ન રહે તેવી સ્થિતિ બનાવવી છે. તમે અમને મળો તો તમને નહીં લાગે કે તમે મુખ્યમંત્રી જોડે બેઠા છો, તમને એમ લાગશે કે તમે કોઈ તમારા જોડે બેઠા છો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસના કામો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ચાલુ રાખ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકારમાં વિકાસ માટે ક્યારેય રૂપિયા નહીં ખૂટે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટશપણે જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હજી રહેવાનું છે કારણ કે કોરોના મહામારીના સમયે ભારતીય જતના પાર્ટીના કાર્યકરો લોકોની વચ્ચે એવા સમયે જઇને ઉભા રહ્યા છે જયારે બાપે બેટાને છોડી દીધા અને બેટાએ બાપને પણ આપણા બીજેપીના કાર્યકર્તાઓએ લોકોની સેવા કરી તેના પરિણામે આપણે ત્યાં પછીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જીત્યા છીએ. 

 મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારની યોજનાઓ છેવાડના લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકારે પણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. આરોગ્યની વિવિધ યોજનાઓ સહિત લોકોના સ્વાસ્થ્ય માટે આજે નિરામય ગુજરાત યોજના જાહેર કરાઇ છે તેમાં ૩૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોના આરોગ્યનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને બિનચેપી રોગોને પ્રસરતા પહેલાં જ અટકાવી શકાશે. આ યોજનામાં દર શુક્રવારે જિલ્લામાં ફિઝીશિયન ર્ડાકટરો દ્વારા તપાસ અને નિદાન કરવામા આવશે. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, આપણે પ્રજાજનો સાથે તાલ મિલાવીને કામ કરવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભ ભારતની સાથે આત્મનિર્ભર ગુજરાત તરફ આગળ વધવા આહવાન કર્યુ હતું. 
 
આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, સાંસદશ્રી પરબતભાઇ પટેલ અને શ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા સહિતના ભાજપના નેતાઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી પ્રાસંગીક પ્રવચનમાં વર્ષ-૨૦૨૨માં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ૯ બેઠકો પર ભવ્ય લીડથી જીત મેળવવા મહેનત કરવા જણાવ્યું હતું. 
 
બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચનમાં આવનારી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો જીતાડવા તેમણે કાર્યકર્તાઓને આહવાન કર્યુ હતું.  
આ સ્નેહ મિલન સમારોહમાં જિલ્લા ભાજપા પ્રભારીશ્રી નંદાજી ઠાકોર અને શ્રી સુરેશભાઇ શાહ, શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ મંત્રી સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી હરજીવનભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ કચોરીયા, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી બાબુભાઇ દેસાઇ, શ્રી મફતલાલ પુરોહિત, શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, શ્રી રેખાભાઇ ખાણેસા, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી કનુભાઇ વ્યાસ, શ્રી દિલીપભાઇ વાઘેલા, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર સહિત પાર્ટીના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઇ-બહેનો ઉપસ્થતિ રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS Banaskantha

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો