મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો.

મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ 
ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો. 
મોડાસામાં ત્રણ વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીના સ્વહસ્તે ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ આ જન જાગૃતિ કેન્દ્ર આધ્યાત્મિકતા તેમજ વૈજ્ઞાનિક  પ્રતિપાદન સાથે સક્રિય કાર્યરત રહ્યું છે. જન માનસમાં માનવ સેવાની ભાવના જાગૃત થાય તે માટે અનેક પ્રકારના આંદોલન સમગ્ર મોડાસા તેમજ આસપાસના ગામોમાં ચલાવી રહ્યું છે.  આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર , પર્યાવરણ બચાવ, વૃક્ષ ગંગા અભિયાન,  યુવા જાગૃતિ,  નારી જાગરણ, બાળ સંસ્કાર કેન્દ્રો, નશા મુક્તિ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિસ્તાર , બાળકોમાં કૌશલ્ય વિકાસ,  વિદ્યાર્થીઓને નિ: શુલ્ક પૂરક શિક્ષણ તેમજ કોરોનાની મહામારી સામે વાયુ પ્રદૂષણ મુક્ત હેતું ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા વાતાવરણને સેનેટાઈઝ હેતું ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન ચલાવવામાં આવ્યું.  આ ઉપરાંત યુવાઓ ( જી.પી.વાય.જી.) દ્વારા છેલ્લા ઓગણીસ રવિવારથી સતત વૃક્ષોના જતન માટે પ્રાણવાન સન્ડે ના અભિયાન અંતર્ગત આમ જનતામાં જાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા છે.
    આ ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠાને આ દેવ દિવાળી પર ત્રણ વર્ષ થતા હોઈ વાર્ષિકોત્સવ ઉજવણીનો કાર્યક્રમ ખૂબ જ ભાવનાત્મક રીતે ઉજવણી થઇ. જેમાં દિવાળીથી દેવદિવાળીના પંદર દિવસ દરમિયાન સૌએ આ વિશેષ ઉદ્દેશને લઈ ગાયત્રી મંત્ર લેખન અભિયાન ચલાવ્યું. વાર્ષિકોત્સવ-દેવદિવાળીના દિવસે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયોજીત પંચકુંડી ગાયત્રી યજ્ઞમાં સૌએ ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિ અર્પણ કરી આ મંત્ર લેખન સાધનાનું સમાપન કરવામાં આવ્યું.
    ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ  જયંતિ તથા ગુરુનાનક દેવની જન્મ જયંતિ તેમજ ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠાના તૃતીય વાર્ષિકોત્સવ આ ત્રિવેણી ઉત્સવ અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર પર સાંજે દિપમાલા તેમજ સામુહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.પી.વાય.જી. ના યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌએ આરતી ઉતારવાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ગાયત્રી ચેતના કેન્દ્રની ચતુર્થ વર્ષમાં શુભારંભ પર ઉપસ્થિત સૌએ આ દિવ્ય પવિત્ર સ્થાનના માર્ગદર્શન મુજબ જનહિતની પ્રવૃતિઓ ચલાવવામાં તન,મન,ધનથી સક્રિય કાર્યરત રહેવાના સંકલ્પ લઈ આ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો