અરવલ્લીમાં જીલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનો પ્રારંભ કરાયો*
******
*જીલ્લામાં બાળકોને ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરાઈ જેમાં ૨૦૦૦ ડોઝના જથ્થાની ફાળવણી કરવામાં આવી*
******
*મોડાસા-બુધવાર,*
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના અલ્હાદપુરા ખાતેથી PCV વેક્સીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV સરકારી હોસ્પિટલ,આરોગ્ય કેન્દ્ર,પેટા કેન્દ્રો,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી વિનામૂલ્યે અપાશે.
જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં જીલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા ઉપસ્થતિ તેમજ તેમના માર્ગદર્શનથી જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ન્યુમોનિયા રસીકરણની શરૂઆત કરાઈ.
જેમાં આજથી બાળકોને ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી. જીલ્લામાં ૨૦૦૦ ડોઝના જથ્થાની ફાળવણી કરવામાં આવી. બાળકને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવવા ન્યુમોનિયા રસી જરૂરી છે.
અરવલ્લી જિલ્લામાં આજે 20 ઓક્ટોબરથી બુધવારથી ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત થઇ છે. જીલ્લામાં બાળકોને ન્યુમોનિયા જેવા ઘાતક રોગથી સુરક્ષિત કરવાની દિશામાં ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સમયે ન્યુમોનિયા થતો હોય છે ત્યારે બાળકોને આ ન્યુમોનિયા જેવા ઘાતક રોગથી સુરક્ષિત થાય તે દિશામાં સરકારે આયોજન કરેલ છે.ખાનગી ક્ષેત્રમાં બાળકોને રસી આપવા માટે મોટો ખર્ચ વહન કરવો પડતો હોય છે ત્યારે સરકાર દ્વારા બાળકોને વિનામૂલ્યે રસી આપવાની શરૂઆત થનાર છે.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો એ.વી નાયકે જણાવ્યું હતું કે 06 અઠવાડીયા બાદ બાળકને પ્રથમ ડોઝ,14 અઠવાડીયા બાદ બાળકને બીજો ડોઝ, અને 09 માસના બાળકને બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.તેમણે ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પી.સી.વી) જિલ્લામાં બાળકોને રસી આપવા માટે વાલીઓને ખાસ અપીલ કરી હતી.
બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com