ગાયત્રી પરિવાર દ્વારા જનમાનસમાં જાગૃતિ લાવવા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ગાયત્રી પરિવાર યુવા ગૃપ દ્વારા મોડાસા નજીક સાગવા ગામે ૧૦ ઑક્ટોબર, રવિવારે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
સ્વચ્છ પર્યાવરણ જાગૃતિ માટે સઘન પ્રયત્નશીલ ગાયત્રી પરિવાર
સાગવા ગામે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞ યોજાયો.
જીવમાત્રને સ્વસ્થ જીવન જીવવા પર્યાવરણ બચાવ માટે સમગ્ર વિશ્વ ચિંતિત છે. તે માટે કુદરતી ઉપાયો પર જાગૃતિ ઝુંબેશ ખૂબ જ જરૂરી છે. એના ભાગ રૂપે વૃક્ષોનું જતન એ વાતાવરણ સેનેટાઈઝ માટે અકસીર ઉપાય છે.
ગાયત્રી પરિવાર દ્વારા જનમાનસમાં જાગૃતિ લાવવા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ગાયત્રી પરિવાર યુવા ગૃપ દ્વારા મોડાસા નજીક સાગવા ગામે ૧૦ ઑક્ટોબર, રવિવારે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ તરુરોપણ મહાયજ્ઞ દ્વારા સાગવા ગામે "પં. શ્રીરામ શર્મા આચાર્ય વન" ના નામે કુદરતી ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જેના પ્રારંભમાં ૧૦૮ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારના કુલ ૧૦૮ રોપા વૈદિક મંત્રોચ્ચાર સાથે વાવેતર કરવામાં આવ્યા. જેમાં દરેક રોપા સાથે એક એક વ્યકિત જોડાયા. આ વૃક્ષના રોપાને પોતાના મિત્ર કે પુત્રની જેમ ભાવનાત્મક સંબંધ જોડી જતન કરવાના સંકલ્પ સાથે રોપવામાં આવેલ. આ તરુરોપણ મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયના છાણાંમાં દિપક પ્રગટાવી યજ્ઞ આહુતિનું વીસ મિનિટનું કર્મકાંડ કરાવવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મોડાસા તાલુકા પ્રમુખશ્રી બિપિનભાઈ પટેલ, મોડાસા તાલુકા મહામંત્રીશ્રી અંકિતભાઈ પટેલ, સાગવા ગામના સરપંચશ્રી ગીતાબેન ભરવાડ, ડેપ્યુટી સરપંચશ્રી હર્ષદભાઈ પટેલ, ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના સંયોજકશ્રી કિરિટભાઈ સોની, અરવલ્લી જીલ્લા ગાયત્રી પરિવારના સંયોજકશ્રી હરેશભાઈ કંસારા, મોડાસા તાલુકા સંયોજકશ્રી સોમાભાઈ બારોટ, ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના પ્રમુખશ્રી ધર્માભાઈ પટેલ તથા મંત્રીશ્રી કાન્તિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા , અમૃતભાઈ પટેલ, શીવુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, મહેશભાઈ ભરવાડ, પુનમભાઈ ભરવાડ, હર્ષદભાઈ પ્રજાપતિ સહિત અનેક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં. ઉપસ્થિત અગ્રણી મહેમાનો દ્વારા દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ થયો. યુવા બહેનોની ટીમ દ્વારા તરુરોપણ મહાયજ્ઞનું વિધાન સંપન્ન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાગવા, ડુઘરવાડા અને મોડાસાના ભાઈઓ બહેનો યજમાન તરીકે જોડાયા હતાં. જેઓ દ્વારા સંકલ્પ સાથે ૧૦૮ તરુરોપણ કરવામાં આવ્યું. આ આયોજનમાં ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વારથી શ્રી કેદારપ્રસાદ દુબે ઓનલાઇન જોડાઈ ઉપસ્થિત સૌને વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વિશેષ જાણકારી આપી હતી તેમજ આ તરુરોપણ મહાયજ્ઞ માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ગાયત્રી પરિવાર યુવા ગૃપ, મોડાસાના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, પરેશ ભટ્ટ, દેવાશિષ કંસારા, જનક ઉપાધ્યાય, વિરેન્દ્ર સોની, યશ ભટ્ટ, પ્રકાશ સુથાર, રવિ પટેલ, હર્ષ પટેલ વિગેરે યુવા ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી દિવસ રાતની મહેનત રહી. આ ઉપરાંત આ ટીમ દ્વારા છેલ્લા પંદર રવિવારથી પ્રાણવાન સન્ડે ના નામથી અભિયાન ચલાવી મોડાસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થાનો પર પર્યાવરણ બચાવ અને સ્વસ્થ જીવન માટે તરુરોપણ કાર્યક્રમ કરી વૃક્ષોના જતન માટે જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com